________________
I૧૨૪
I૧૨૫
૧૨૬.
I૧૨૭
રસમાંહિ જેમ ઈખરસ, ફલમાં જિમ અરવિંદ
ઔષધમાંહિ સુધા, વસુધા ધવમાં રઘુનંદ સત્યાદિમાં યુધિષ્ઠિર, ધીરમાં ધ્રુવ અવિકંપ
મંગલમાંહિ જિન ધર્મ, પરિચ્છદ સુખમાં સંપ ધર્મમાંહિ દયા ધર્મ મોટો, બ્રહ્મ વ્રતમાંહિ વજર કછોટો દાનમાંહિ અભયદાન રુડું, તપમાંહિ જે કહેવું નકુડ
રતન માંહિ સારો હીરો, નીરોગી નરમાંહિ શીતલ માંહિ ઉસીરો, ધીરો વ્રતધર માંહિ તિમ સવિ મંત્રમાં સારો, ભાખ્યો શ્રી નવકાર
કહ્યા ન જાયે રે એહના, જેહ છે બહુ ઉપકાર તજે એ સાર નવકારમંત્ર, જે અવરમંત્ર સેવે સ્વતંત્ર કર્મ પ્રતિકૂલ બહુલ સેવે, સુરતરુ ત્યાજ આપ ટેવે
એહને બીજે રે વાસિત હો યે ઉપાસિત મંત બીજો પણિ ફલદાયક, નાયક છે એ તંત અમૃત ઉદધિ કુસાર, સારા હરત વિકારા
વિષના તે ગુણ અમૃતનો, પવનનો નહિ રે લગાર જેહ નિર્બેજ તે મંત્ર જૂઠા, ફલે નહીં સાહમા હુઈ અપુઠા જેહ મહામંત્ર નવકાર સાધે, તેહ દોય લોક અલવે આરાધે
રતનતણી જિમપેટી, ભાર અલ્પ બહુમૂલ ચૌદ પૂરવનું સાર છે, મંત્ર એ તેહને તુલ્લ . સકલ સમય અત્યંતર, એ પદ પંચ પ્રમાણ
મહાસુઅબંધ તે જાણો, ચૂલાસહિત સુજાણ પંચ પરમેષ્ટિ ગુણગણ પ્રતિતા, જિન ચિદાનંદ મોજે ઉદીતા શ્રી યશોવિજય વાચક પ્રણીતા, તેહએ સાર પરમેષ્ઠિ ગીતા
I૧ ૨૮ |
II૧૨૯
II૧૩૦
II૧૩૧