________________
I૧
IIII
I૪ I
ધ્યાવે જે પૂર્ણિમાનાં નવદિવસ સુધી રોગને તે હટાવે જાશે આરાધી મોક્ષે, પરિસહ મયણા સિદ્ધચક પ્રભાવે.. પૂજે અહન સિદ્ધ, સ્વકર કજ વડે, શીર્ષને પાય નામી, વદે આચાર્યને જે, પ્રખર કરમના, તાપને દે સમાવી સર્વોપાધ્યાય સાથે, મુનિ દરિસણને, જ્ઞાન ચારિત્ર વંદો ઉચે સ્થાને જવાને, તપ શું મન ધારી, પૂર્વનાં પાપ ખંડો.. પૂજે જે સિદ્ધચક, પ્રશમરસ તણો, ભાવ હૈયે વહાવી સાથે સાંજે સવારે, પડિક્કમણ કરી, દોષને દે હટાવી એકાશી આંબિલોને, વિધિ સહ કરતા, શીલને શુદ્ધ પાળો તેઓ મોક્ષ વસે છે, ભવ જલધિ તરી, શાસ્ત્ર છે એમ બોલે.. આ સાડાચાર વર્ષે વિષહર તપ તે થાય સંપૂર્ણ માણી, આરાધો ભવ્ય નિષે, ત્રણ જગતમાંહી કોન છે ચિત્ત આણી, દેવી ચઢેશ્વરી રે, દુઃખ દુરિત હરે, ટાળવી સર્વ ખામી, સેવો હંમેશ કલ્પદ્રુમ સમ સમજી સિદ્ધચક્ર પ્રતાપી...
(૬૧) રાગ : શત્રુંજય મંડન જિન શાસનમાંહી, સિદ્ધચક છે સાર ભવિ જનને એ છે હૈયા કેરો હાર તન મન અને ધનથી સેવા કરો સુખકાર શ્રીપાલ અને મયણા, પામ્યા સુખ અપાર....
અરિહંત સિદ્ધ વંદો, આચારજ મનોહર વાચક મુનિદર્શન, જ્ઞાન ચરણ ભંડાર તપ બહુ વિધ તપજો, આતમને હિતકાર
જે ભવિજન કરશે, તે તરસે સંસાર.... આસો મહિનામાં શરૂ કરો દિલદાર બીજો નહીં જગમાં, એની હોડ કરનાર રોગ, શોક નહીં આવે, એ નિશ્ચય દિલધાર ગુર ગૌતમ ભાખે, એ છે તારણહાર... એતે નવપદ કેરું, ધ્યાન ધરો નરનાર નહિ મળશે આવો, અવસર વારંવાર વિમળેશ્વર ચકેશ્વરી વિપ્ન કોડ હરનાર લબ્ધિ મુજ આપી, કરો જયંત ભવપાર.
--234 -
II૧
||૨ા.
III
//૪