________________
ચોવીસ જિનનું ધ્યાન ધરીને, સ્વ શ્રદ્ધા નિર્મળ કરો, નિર્મળ સમકિત ગુણને પામી, બીજા ભંડારો ભરો, રત્નત્રયીને ઓળખી આતમ, ગુણ ભંડારો ભરો નિંદ્ય કર્મો દૂર નિવારી, ઘાતી કર્મને હર.. આગમજ્ઞાને નિત્ય રમીજે, ભમીજે ભવમાં નહીં ભવ દુઃખડાં ખૂબ વસીજે, સમજે કર્મો સહી આતમ નિર્મલ નિત્ય કરી, ધરીજે ગુણ ગ્રહી પીસ્તાલીશ સુ પ્રણમીજે, દીજે નિજ કર્મો દહી...
વિમલેસર ચડેસરી દેવી, હેવી જિનશાસને વિખે નાશો નિત્ય કરેવી, આપે સુખરાસને હદય કમલે દર્શન જાસ, વસી રહ્યું ખાસ છે આતમ લબ્ધિ ગુણ ગણ કેરો, જેમાં નિત્ય વાસ છે.
III
I૪
જ્ઞાનપદ (૫૭) રાગ : શત્રુંજટા મંડન ઋષભ આણંદ ધ્યાલ આતમ ગુણ મંડન, દુઃખ વિલંડન નાણ, મોહ હરવા કાજે, જિન ભાનુ દિલ આણ ગુણ સંપત્તિ વાધે, લાધે શિવપુર ઠાણ, સવિ દુઃખ નિવારે, ટાળે ભવ દુઃખ ખાણ. ૧ ચોવીસે જિનનાં, નાણી નમુ ધરી નેહ, ગુણ સંપત્તિકારક, ગુણ ગણનાં જે ગેહ, મેહ અમીરસ કેરાં, પાવન જેના દેહ, વિદેહ બનીને, પામ્યા મુક્તિ તેહ. ૨ આગમ ગુણ દરિયા, ભરીયા સ્પણથી જેહ, લહેરો જસ સુંદર, જાણો નય મય એક ગમ ભરેહ વર ગંભીર, જસ તોડે ભવનો નેહ, નિત્ય બનવા વિદેહી જગમાં એહની રેહ.૩ શાસન સુખદાતા, દેવી સુણો અરદાસ, અમ વિદ્ધ નિવારો, કરતાં ધર્મ વિલાસ વિકસીત ચિત્ત ચાહુ, ચાહુ લબ્ધિ પ્રકાશ, એ મેળવતા મુજ, હોંશે શિવની આશ....૪
ચારિત્ર પદ
(૫૮) રાગ : સુમતિ સુમતિ દાયી ભવિ જન ગુણ ગાવો, તેથી સંજમ પાવો સમય ન મલે આવો, ચિત્ત ચારિત્ર ધ્યાવો કર્મ થકી મુકાવો, ધારી મુક્તિનો દાવો, કરે મુક્તિ વધાવો, ભાવના ચિત્ત લાવો....
વિ જિનવર સેવો, પામવા મુક્તિ મેવો ચરણ દુઃખ હરેવો, થાર જે નિત્ય મેવો,
I૧