________________
મધ્યદલે જિનવર ચોવીશ, હુઆ અને હોશે જગદીશ, વાણી ગુણ પૈતીશ,
અતિશય સોહે જસ ચોત્રીશ, માયા માન નહીં સરીશ સોહે સબલ જગીશ કંચનવાને સોળ બિરાજે, દોય રાતા હોય ધવલા છાજે, શ્યામલા દોય વિરાજે દોય નીલા ઈમ સવિ જિનરાજ, ધવલે ધ્યાને ધ્યાવો આજ, શ્રી સિદ્ધચક સુખકારજ રા દોષ અઢાર રહિત ભગવંત, આઠે ભેદે સિદ્ધ મહંત, આચારજ ગુણવંત પચવીશ ગુણે ઉવઝાય, સત્તાવીશ ગુણે મુનિરાય, સમક્તિ ભેદ કહાય નાણ ચરણ તપ ભેદે ધ્યાવો, આસો ચૈત્રી શું મન લાવો, નવદિન પાવન ધ્યાવો આગમ ભાષિત જિન વાણી, સુણી આરાધો સિદ્ધચક પ્રાણી, ઓહ સાચી ગુણખાણી.. Ira| શ્રી સિદ્ધચક્કી જે રખવાલી, ચશ્કેસરી દેવી રતનાલી, પગે નેઉર વાચાલી, કટિમેખલ ઝલકે કટિદેશી, મનમંથર ચાલે શુભ વેશી, સોહે નાભિ નિવેશી, ઉદર હૃદયકર કરજ વિરાજે, મુખથી ચંદો ગયણે લાજે, સઘલી શોભા છાજે શ્રી વિજયપ્રભ સૂરીશ સહાઈ, કુશળ સાગર વાચક સુખદાઈ, ઉત્તમ શિષ્ય સવાઈ... જા
(૪૬). અરિહંત સિદ્ધ સૂરિ વિઝાય, મુનિવર સમિતિ નાણ સુહાય, ચારિત્ર તપ સુખદાય ગૌતમ કહે સુણો શ્રેણીકરાય, શ્રી શ્રીપાળ ત્રિદશ પદ પાય, નવમે ભવે શિવ જાય એ નવપદ મહિમા જિન ગાય, ભવિયણ ભાવ ઘણો મન લાય, આદરે કર્મ અપાય આસો સુદી સાતમથી કરાય, તેમ ચૈતર સુધી માંહી કહાય, ઓલી નવ નિરમાય.. ૧ બાર લોગરસ અરિહંત લહી, આઠ પન્નર એકવીસ વહીજે, લોગસ્સ સિદ્ધ કહીએ સૂરિપદે છત્રીસ કહીજે, પાઠક પચવીશ ભણીજે, મુનિ સત્તાવીશ લીજે, દર્શનપદે સડસઠી ઘરીજે, નાણ એકાવન પંચ વરીએ, આરાધી શિવ સીઝે, સત્તરને સીત્તેર દીજે, ચારિત્ર પદે મન ઉજવળ કીજે, નિર્મળ ભાવ વહીજે.... પરા બાર તથા પચાસ ધરંત, તપ પર ધ્યાન ધરો ઉદ્ધસંત, સિદ્ધચક જયવંત, દેવવંદન ત્રણ ટંક કરંત, પડિલેહણ પ્રતિકમણ કહેત, ભૂમિ શયન સુખસંત તન મન વચન એકાગ્ર કરંત, નવા વાડે બ્રહ્મચર્ય ધરંત, ગુરુ વિનાયાદિ લહંત જીવદયા સહ ઉરઠવંત, આનંદ મંગલ જય વરતંતા, ઈમ કહે ભગવંત .. ઈમ ગુરુ વિધિથું ઓળી કીજે, ગુરુ મુખ આંબિલ વ્રત ઉચ્ચરીજે, દાન સુપાત્રે દીજે, સાડા ચાર સંવત્સર કીજે, ઉજમણુ નિજ શક્ત કીજે, તો તસ ફલસુખ લીજે, ખુશાલ સુંદર વાણી, વદીજે, કુડ કુવચનને ત્યાગ કરીએ, અક્ષય સુખ વરી જે શ્રી વિમલેસર યક્ષ કહીએ, દેવી ચક્કસરી વિઘન હરીજે, શ્રી સંઘને સુખ દીજે. આજના