________________
આસો ચૈત્ર સુદી સાતમથી, પૂનમ લગે આંબિલ તપથી, રહો શુદ્ધ જાપના જપથી સ્નાત્ર પૂજાને અષ્ટ પ્રકારી, દિન દિન ભાવના ચઢતે અપારી, જસ મહિમા અપરંપારી. ૩ પ્રતિકમણ કરીશું શુદ્ધ ભાવે, દોય ટંક પડિલેહણ થાવે, ત્રિકાળ દેવ વંદાવે ગુણ પ્રમાણે ખમાસમણા દેવો, સ્વસ્તિક ફલ નૈવેદ્યા ને ઢોવો, નિત નિત પ્રભુ મુખ જોવો એકેક પદની વીસ જપમાળા, ગુરૂગમ વિધિને વિશાલા, પર્વોમાં શાશ્વત હલા, શ્રી વિમલેશ્વર સાન્નિધ્યકારી, ચક્કસરી મા વિઘ્ન વિદારી, આતમ શક્તિ જયકારી. જા
પહેલે પદ જપીએ અરિહંત, બીજે સિદ્ધ જપ જયવંત, ત્રીજે આચારજ સંત, ચોથે નમો ઉવજ્જાય તંત, નમો લોએ સવ્વ સાહુ મહત, પંચમે પદ વિલસંત દંસણ છઠે જપો મતિવંત, સાતમે પદ નમો નાણ અનંત, આઠમે ચારિત્ર કત નમો તવસ્સ નવમે સોહંત, શ્રી સિદ્ધચકનું ધ્યાન ધરંત, પાતિનો હોઈ અંત... આવા કેસર ચંદન સાથે ઘસીજે, કપૂર કસ્તૂરી માંહિ ભૂલીજે, ઘન ઘનસાર ઇવીએ, ગંગોદક શું નવણ કરીને, શ્રી સિદ્ધચક્રની પૂજા કરીને, સુરભી કુસુમ ચરચીજે, કુંદરુ અગરનો ધૂપ દહીજે, કામધેનુ વૃત દીપ ભરીજે, નિર્મળ ભાવ વસીજે, અનુપમ નવપદ ધ્યાન ધરીજે, રોગાદિક દુઃખ દૂર હરીજે, મુગતિ વધુ પરણી જે.. /રા આસોને વળી ચૈત્ર રસાળ, ઉજવલ પક્ષે ઓળી સુવિશાળ, નવ આંબિલ ચોસાળ, રોગ શોગનો એ તપ કાળ, સાડા ચાર વરસ તસ ચાલ, વળી જીવે તિહાં ભાલ, જે સેવે ભવિ થઈ ઉજમાળ, તે લહે ભોગ સદા અસરાલ, જેમ મયણા શ્રીપાલ ઠંડી અળગો આળપંપાળ, નિત નિત આરાધો ત્રણ કાળ, શ્રી સિદ્ધચક ગુણમાલ સા ગજગામિણી ચંપકદલ કાય, ચાલે પગ નેઉર ઠમકાય, હિયડે હાર સહાય હંમ ચંદન તિલક રચાય, પહેરી પીતા પટોલી બનાય, લીલાઈ લલકાય બાલી ભોલી ચકકેસરી માય, જે નર સેવે સિદ્ધચક રાય, ધો તેહને સુખ સોહાય, શ્રી વિજયપ્રભસૂરિ તપગચ્છ રાય, પ્રેમવિજય ગુરુ સેવા પાય, કાંતિવિજય ગુણ ગાય.. જા |
.
(૪૫) શ્રી સિદ્ધચક સેવો ભવિ લોકા, ધન કણ કંચન કેરા યોગા, મનવાંછિત લહો ભોગ દુર કુટ જાવે સવિ રોગા, જાવે સઘલા મનથી રોગા, સીઝે સયલ સંયોગા રાય રાણા માને દરબાર, ધન ધન સયલ જપે સંસાર, સોહે બહ પરિવાર નવપદ મહિમા મોટો કહીએ, એહને ધ્યાને અહોનિશ રહીએ, શિવસુખ સંપત્તિ સહીએ. ||૧||
-224