________________
II૧ ||
||૨|
(૧૦) શ્રી સિદ્ધચક આરાધો ભાવે, હરખ સહિત ભવિ પ્રાણીજી, આરજ ક્ષેત્ર નરભવ સામગ્રી, એ તો દુર્લભ જાણીજી, શાસન નાયક વીર જિનેસર, શ્રેણીક આગળ ભાખે છે, શ્રી શ્રીપાળ નરેસરની પરે, શિવસુખ ફલ તે ચાખે છે....
અરિહંત સિદ્ધ આચારજ પાઠક, સાધુ સર્વ ગુણવંતા, દરસન નાણ ચારિત્ર પાળો, તપ તપ પુણ્યવંતાજી, એ નવપદ જપો વળી પૂજો, સિદ્ધચક્ર શુભભાવેજી,
સયલ જિનેસર ધ્યાન ધરતા, આતમ લીલા પાવેજી. આસો સુદી સાતમથી ઓળી, આંબિલ નવ સુખદાયજી, પડિઝમણ પડિલેહણ બે વળી, દેવવંદન ત્રણ કાલજી, ત્રણ ટંક પૂજા યતનાઈ, ભૂમિ સંથારો ભાઈજી, ધર્મધ્યાન મનમાંહિ રાખો, જિનવાણી હિતદાઈજી.....
માતંગ યક્ષ સિદ્ધાઈ સુરી, જિનશાસન હિતકારીખ, વિમલેસર નાકિ અધિષ્ઠાયક, શાંતિ કરે નિરધાર, લોકપાલ નવગ્રહ સુરાદિક, વિઘન હરે ચકચૂરજી, ઋદ્ધિ કીર્તિ અમૃતપદ દાયક, શિવસુખ દે ભરપૂરજી.....
(૧૧) બાસો ચૈત્રી આંબિલ ઓળી, નવ નવ નિરાધાર, પડિક્કમણા પડિલેહણ બે ટંક, ત્રિકાળ પૂજા સારજી, દેરાસર દહેરા નવ જાહારો, દેવવંદન ત્રણ વારજી, ત્રિકરણ શુદ્ધ તે ગણવું ગણીએ, તેર તથા દોય હજારજી....
પ્રાસાદ પ્રતિમા પ્રતિષ્ઠા પૂજા, ઋષભાદિકની કીજેજી, સંઘ તિલકને સાહમીવચ્છલ, દાન સુપાત્રે દીજી, જ્ઞાનોપકરણ પોથી પ્રભાવના, રાત્રી જગા નવ નવ કીજેજી,
વિત્ત અનુમાને ઉજમણું કીજે, માનવભવ ફળ લીજે. શ્રી ગૌતમ કહે નિસુણો શ્રેણીક, સકલ આગમ અનુસારજી, અરિહંત સિદ્ધ આચારજ વાચક, સાધુ સદા સુખકારજી, દરસણ ના ચારિત્ર તપનો, મહિમા આગમ અપારજી, આરાધન શ્રીપાળની પેરે, જિમ પામો ભવપાર....
- 2080
|૪||
૧.
HIRા
|૩||