________________
i૨ ||
આસો સુદ સાતમથી નવ દિન, નવપદ પૂજા કીજે, મૃગમદ કેસર ચંદન ઘોલી, માંહિ બરાસ ભેલીજેન્ડ, તીરથ ગંધોદકે નમણ કરીને, ધૂપ દીપ પ્રગટીજેજી,
અરિહંતાદિક જે નવપદનું, અનુકમે ધ્યાન ધરીએજી.. શ્રી સિદ્ધચક મહિમાથી, હવે શરીર નિરોગીજી, નવનિધિ ઋદ્ધિ સદા ઘર પ્રગટે, પામે વાંછિત ભોગજી, માલવપતિ તનુજા મયણાને, કોઢી મળ્યો ભરતારજી, અવિહડ આંબિલ તપ આરાધી, પામી સુખ જ્યકાર....
અસુરપતિ ગોમુખ તરસ ધરણી, તેજે ઝાકઝમાલજી, સમકિતધારી નામ ચઢેસરી, શાસનની રખવાલજી, શ્રી સિદ્ધચક્રની સેવા સારે, અહર્નિશ કરે પ્રતિપાલજી, કૃષ્ણ વિજય જિનવરને ધ્યાને, દીપ સુજસ વિશાલજી....
||૩||
II૪
II
II
III
સિદ્ધચક્ર સાહિબ સેવીયે, મન ઘરી અતિ ઉચ્છરંગ, કેસર ભરી કચોલકી, પૂજી જિનવર અંગ, વરકુશલ માલા કંઠ કવી, ભાવિ ભવિજન લોક, નરીંદ શ્રી શ્રીપાલની પેરે, લઈ તે પૂર્ણ ભોગ...
પ્રથમપદ અરિહંતનુ સિદ્ધનું બીજું ધ્યાન, આચારજ ઉવઝાય ચોથે, સકલ સાહુ પ્રમાણ દંસણ નાણ ચારિત્ર તપ એ, નવપદની ખાણ
જિનરાજ સકલ ત્રિકાલ વિધિશું, પૂજીએ સુખઠાણ.. આસો ચૈત્રી માસ ઉજવળ, પળ ભલો માલધાર, આંબિલ નવ દિન નવ ઓળી, કરીએ પાપ નિવાર તેર સહસ ગણવું એ નવપદ, ગણો ગુણની ખાણ સિદ્ધાન્ત સાખે તપ કરતાં, પામીયે બહુમાન....
રમઝુમ રુમઝુમ કરતી ગજગતિ, ચાલ ચમક્તી ચાલતી, કેસરીસંકૃત ચક્કસરી માંહે, વિઘન કોડી નિવારતી, રોગ શોગ દુઃખ જાવે, ધ્યાન સિદ્ધચક્રના ધરે, દેવકુશલ પંડિત ચરણે રણે, સેવે વિદ્યાકુશલ ક્ષમા વરે..
||૩||
I૪
207)