________________
તસપાટિહો વિજય મુર્ણિદકિ, સોહમ જંબુગણધરુ - (૮) પામી પુણ્યઈ હો એ ગુરુના સેવા કિ, દેવ વિજય સેવક ભણઈ
તે પામઈ હો જયલીલ વિલાસકિ, મુનિવરના ગુણ જે થઈ એહવા મુનિવર હો પ્રણમું બહુભાવર્કિ, સંયમકમલા જેવર્યા - (૯)
ઉપા.- માનવિજયજી રચિત નમુક્કાર સઝાયા
પ્રણમુ શ્રી ગૌતમ ગણધાર, કહુ નવકાર તણો સુવિચાર જસ સમરણઈ લહીઈ ભવપાર, પંચપરમેષ્ઠી સદા જયકાર - (૧)
ધ્યાતા ધ્યેય ધ્યાન વ્યવહારી, પરમારથી એકજ નિરધારી ધ્યાતા સાતા સમતિ વત, અરિહંતાદિક ધ્યેય મહંત - (૨)
મન વચકાય તણી એકતા, શુદ્ધ ધ્યાન હુઈ એતાવતા આધિવ્યાધિ ઉપદ્રવ સવિ કલઈ, એથી મનવાંછિત સુખમ લઈ - (૩)
ધ્યાતાળેય રુપ જબ હોય, નિશ્ચયસુખ તવ પાવઈ સોય ધ્યેય રુપે વિશેષઈ સુણો, ઈકસો આઠ ગુણઈ સુત ગુણો - (૪) તિહાં પ્રથમ અરિહંત ગુણ બાર, તરુ અશોક યોજન વિસ્તાર સુરકૃત પુષ્પવૃષ્ટિ ધ્વનિ દિવ્ય, ચામર સિંહાસન અતિભવ્ય ભામંડલ દેવ દુંદુભિ નાઈ, છત્રવયી દીઠઈ આહલાદ (૬)
અષ્ટ મહપ્રતિહાર્ય એહ સૂત્ર ઉવાઈ ઉવાગઇ રેહ
મૂલાતિશય ઉદારા ચ્યાર, જ્ઞાન વચન પૂજાનો સાર તૂરિય અપાયાપરમ હુનામ, અરિહંતગુણ બારસ અભિરામ - (૭)
કેવલનાણ કેવલદર્શન, અવ્યાબાધ સમકિતભાષણ અખ્ખયથિતિ અર્પી પણું, અગુરુ બહુ વિરય અતિઘણું - (૮)
સવિ કર્મષ્મયથી અડગુણા, સિદ્ધતણા ધ્યાવો ભવિયણા આચારયનઈનામો સીસ, જેહમાં ગુણ હોય છત્રીસ (૯)
(રાગ : અવસર આજ હેરે એ દેશી)
ભવિયણ ભાવીઈ રે, શ્રી નમુક્કારનો અરથ વિણ સવિ હુઈ વ્યર્થ, એ આતમ અંતરગરથ - ભવિ. ...૧૦
છત્રીસગુણ સંજુર આચાર્ય, સેવ્યો હુઈ હિતકારી રે કર્ણ, ચખુ નાસા, જીહ, ફરસા, પંચિદ્રિય વશકારી - ભવિ ...૧૧
વસ્તિકથા, શય્યા ઈંદ્રિય, રસ ઉતર પુવ્યકિડા રે સરસ આહાર વિભૂષા, નવદંભમુક્તિ અપાડ્યા - ભવિ . ૧૨
(198