________________
૨આઈ વીસ ઈ સંધિ લિ
ઉપાધ્યાય પદની ઢાળ શ્રી ઉવક્ઝાય તણા ગુણ કરિઈ, સમતા શિવપદ સુખ કહીઈ તેહની ગરુ આણા સિરવહિઈ, રાતિ દિવસ તેમના ગુણ ગ્રહિઈ- (૧)
જે ગુરુ અગ્યાર અંગનામ જાણ, બાર ઉપાંગ કરઈ જે વખાણ તેહના અર્થભણઈ ને ભણાવઈ, શિષ્યાદિક ને વલી સમઝાવઈ - (૨)
ગચ્છતણા જે મેઢી ભૂત, પંચ મહાવ્રત ભારઈજુર ગીતારથ ગુણ સંજમરત, પરિગ્રહ પંચ પ્રમાદઈ મુક્ત - (૩)
રયણાયરનું જેહનઈ માન, જુઆલઈ દંસણ વરનાણ ધર્મશુકલનુ ધ્યાઈ ધ્યાન, સંકલ સાધુમાં લહુઈ બહુમાન ... (૪)
મુનિવરગુણ ઉપરિ પણ વીસ, ટાલી જેણઈ માયા રીસ ભાવઈ પ્રણમુ વીસ બાવીસ, તેહગુરુ પૂરઈ સંઘ જગીસ - (૫)
શ્રી વિજય દેવસૂરીસર બાઈ, પાઈ શ્રી વિજયસિંહ વિરાજ તેહ તણુ બાલક ઈમ બોલઈ, મુનિવરના ગુણ ન તોલઈ - (૬)
સાધુપદની ઢાળ (રાગ : ભારુ આડીની દેશી) મુનિસમરી હો ગણધરનું ધ્યાનકિ, ગૌત્તમસામી ધુરી ધરી હવે બોલીશ હો ગુણ સાધુના સારકિ, જિમ પામું સંયમ સિરિ (૧) એહવાનું જિનવરહો પ્રણમું બહુ ભાવિ કિ, સંયમ કમલા જે વર્યા ભવદરિયાતો તરિયા તે સાધુ કિ, પૂરવમુનિ જિમ સાંભર્યો (૨) વ્રત પાંચઈ હો પાલઈ મન શુદ્ધિ કિ, નિશિભોજન ન કદા કરઈ
છકાયની રક્ષા કરઈ કિ, પંચેઈંદ્ધિ વશિકરઈ (૩). બાહ્ય પરિગ્રહ હો ઢાલઈ અંતરંગ કિ ખિમાખણ હાથઈ ધરઈ ભાવશુદ્ધિ હો પડિલેહણ સાર કિં, કરણ વિસોહી આહરઈ (૪) સંયમના હો ગુણ વિવિધ પ્રકાર કિ, મનવચન કાયા શોધતો શિતાદિક કોસઈ પરિગ્રહ ઝેહ કિ, ઈર્યાસમિતિ સોધતો (૫) મરણાંતિક હી ઉપસર્ગ સહતિ કિ, ગયાસુકુમાલી જિમ સિધ્ધા અવંતિહી સુકુમાલ મેજિકિ, શાસણનાયક નિરવલ્યા (૬)
જે પાલઈ હો ગુણ સત્તાવીશ કિ, શુદ્ધાચારણ મુનિવરુ ગોચરીંઈ કહો ખપે શુદ્ધ ધરંત કિ, જીવસકલ નઈ હિતકરુ - (૭) સૂરીસ હો શ્રી વિજય દેવ સૂરિ ક્તિવગચ્છ અંબર દિનકરુ
197)