SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ પદની ઢાળ (રાગ : અબલાની દેશી). અકરમચૂરણ કરી રે લાલ, આઠ ગુણે પરસિદ્ધ - મેરે પ્યારે રે ખાઈક સમકિતના ઘણી રે લાલ, વંદુ એહવા સિદ્ધ, મેરે પ્યારે રે અષ્ટકમ ચૂરણ કરી રે - મેરો પ્યારો રે (૧). અનંતનાણદંસણધરા રે લાલ, ચોથુ વીરજ અનંત - મેરે પ્યારે રે અગુરુલઘુ સૂષિમ કમા રે લાલ, અવ્યાબાધવહત મેરે-મેરે પ્યારો રે (૨) જેહની કાયા જેહવી રે લાલ, ઉણી ત્રીજઈ ભાગ-મેરે પ્યારો રે સિદ્ધશિલાથી જો જોજને રે, અવગાહન વીતરાગ-મેરે પ્યારો રે (૩) સાદિ અનંત જિહાં ઘણા રે, સમયઈ સમયઈ જાય-મેરે પ્યારો રે મંદિરમાંહિ દીપાલિકા રે, સઘલી જ્યોતિ સમાય-મેરે પ્યારો રે (૪) માનવભવથી પામિઈ રે લાલ, સિદ્ધ તણા સુખસંગ-મેરે પ્યારો રે એ અધિકાર સહ કહ્યો રે લાલ, જોઉ જોઉ ભગવતિઅંગ-મેરે પ્યારો રે (૫) શ્રી વિજય દેવસૂરીસરુ રે લાલ, શ્રી વિજય સિંહસૂરીશ-મેરે પ્યારો સિદ્ધતાના ગુણ બોલતા રે લાલ, દેવદિઈ આશિષ-મેરે પ્યારો રે (૬) - આચાર્ય પદની ઢાળ (રાગ : રસીયાની દેશી) હવે ચારિજના ગુણ સાંભળો, જેહથી પામો રે નાણ - સોભાગી દરસણવરણ લહો વલી જેહથી, જગમાં જુગધ્રધાન - વૈરાગી સેવો એહવો સૂરિ સદા.... (૧) સેવો એધા સૂરિસદા, જોજ્યો સિદ્ધાંત સાગ - સોભાગી તિર્થંકર વિણ તિર્થંકર સમો, ગુરુ ગુણ થાપના ભાષ્ય સૌભાગી - સેવો... (૨) પંચ ઈંદ્રિય સંવરણ કઈ ભલ, નવવિધ પાલઈ રે બંભ - ચાર કપાયતણો જે જય કરઈ, જિણશાસણનો રે થંભ - - સેવો... (૩). પંચ મહાવ્રત, પંચવિધાચાર પંચસમિતિ ધરઈ ધીર - ત્રિણ ગુપતિ પાલઈ તે, તે વીરનો પટ્ટધરવીર - -- સેવો.... (૪) એ છત્રીસ ગુણે કરી શોભતો, તેહનઈ નામું રે શીસ - શ્રી વિજયસિંહસૂરીસર એહવા, તેહનો બોલઈ સીસ - ... સેવો . (૫) 196
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy