________________
હાં રે મુનિ દોષ બેતાલીશ ટાળે, હાં રે લેતાં શુદ્ધ આહાર-શ્રી મુનિ...૫
ચિત્ર સંભૂત્તિને વળી હરિકેશી, હાં રે અનાથીમુનિ શુભ લેશી, હાં રે ગૌતમ ગણધર વળી કેશી, હાં રે બેઉનાં અણગાર-શ્રી મુનિ-૬ દશ ચકી પ્રત્યેકબુદ્ધને જગજાણે, હાં રે નમિ-રાજને ઈંદ્ર વખાણે, હાં રે ઉત્તરાધ્યયને તે વખાણે, હાં રે શ્રી દશાર્ણભદ્ર-શ્રી મુનિ-૭ શતવીસ કોટિ ઝાઝેરા અઢિદ્વીપે, હાં રે તપ સંયમ ગુણથી દીપે, હારે ચાર સોલ પચ્ચીસને દીપે, હાં રે કીજે ગુણગ્રામ-શ્રી મુનિ-૮ દીપવિજય કવિરાજનાં ગુણ ગાવું, હાં રે ગુણ ગાઈને ભાવના ભાવ, હાં રે ગાતાં પરમ મહોદય પાઉ, હાં રે માનવ ભવ સાર-શ્રી મુનિ-૯
-
(૨૮) રાગ : ભમર ગીતાની ગુરુ નમતા ગુણ ઉપજે, બોલે આગમ વાણ,
શ્રી શ્રીપાલને મયણાસુંદરી, સદહે ગુણ ખાણ, શ્રી મુનિચંદ્ર મુનીશ્વરા, બોલે અવસર જાણ... શ્રી-૧
આંબિલનો તપ વર્ણવ્યો, નવપદ નવ રે નિધાન, કટ ટળે આશા ફળે, વાધે વસુધા વાન... શ્રી મુનિચંદ્ર-૨
રોગ જાવે રોગી તણા, જાવે શોક સંતાપ, બહુલા વૃંદ ભેળા મળે, પુચ વધે ઘટે પાપ.. શ્રી મુનિચંદ્ર-૩
ઉજવલ આસો સાતમ, તપ માંડે તનુ હેત, પુણવિધ પૂનમ લગે, કામિનિ કંત સમેત... શ્રી મુનિચંદ્ર-૪
ચૈત્ર સુદ માહે તીમ, નવ આંબિલ નીરમાય, ઈમ એકાશી આંબિલે, એ તપ પૂરો થાય. શ્રી મુનિચંદ્ર-૫
રાજ નિષ્કટક પાળતા, નવ શત વરસ વિલીન, દેશવિરતિ પણ આદરી, દીપાવ્યો જગ જૈન... શ્રી મુનિચંદ્ર-૬
ગજરથ વરસ તેને બહુઆ, નવલખ તેજી-તો ખાર, નવકોડી હયદલ ભલું, નવનંદન વન નાટક . શ્રી મુનિચંદ્ર-૭
તપ જપ ઉદ્યાપન થકી, લીધો નવમો સમ્મ, સુરનરનાં સુખ ભોગવી, નવમે ભવ અપવષ્ણ..... શ્રી મુનિચંદ્ર-૮
હંસવિજય કવિરાયના, જીમ જલ ઉપર નાવ, આપ તરે પર તારવે, મોહન સુહ સ્વભાવ.... શ્રી મુનિચંદ્ર-૯
- 194 -