________________
તપ પ્રસાદે સુખ સંપદા, પ્રત્યક્ષ સ્વર્ગે પહંતો રે, ઉપસર્ગ સવિ દૂરે ટળ્યાં, પામ્યો સુખ અનંતા રે.. નવપદ - ૧૦
નવ રાણી પામ્યા ભલી, રાજ્ય પામ્યો મનરંગો રે,
તપગચ્છ દિનકર ઉગીયો, શ્રી વિજયસેન સૂરીદો રે તાસ શિષ્ય વિમલ એમ વિનવે, સતીય નામે આનંદો રે. નવપદ-૧૧
(૨૬) મુનિ પદની સજઝાય પંચ મહાવ્રત દશવિધ યતિધર્મ, સત્તર સંયમ ભેદ પાળે છે, વૈયાવચ્ચ દશ નવવિધ બ્રહ્મચર્ય, વાડ ભલી અજવાળો છે.....૧
જ્ઞાનાદિ ત્રય બારે ભેદે, તપ કરે જેહ નિદાન છે, કોધાદિક ચારનો નિગ્રહ, એ ચરણસિત્તરી માન છે...... ૨
ચઉવિધ પિંડ વસતિ પાત્ર, નિર્દૂષણ એ લેવે છે, સમિતિ પાંચ વળી પડિમા બાર, ભાવના બાર સેવે છે.....૩ પચવીશ પડિલેહણ પંચ ઈન્દ્રિયો, વિષય વિકારથી વારે છે,
ત્રણ ગુમિને ચાર અભિગ્રહ, દ્રવ્યાદિક સંભારે છે, કરણસિત્તરી એવી સેવે, ગુણ અનેક વળી વાધે છે, સંયમી સાધુ તેહને કહીએ, બીજા સવિ નામ ધરાવે છે..... ૫
એ ગુણ વિણ પ્રવજ્યા બોલી, આજીવિકાને તોલે છે, તે પકાય અસંયમી જાણો, ધર્મદાસ ગણી બોલે છે...૬
જ્ઞાનવિમલ ગુરુ આણા ધરીને, સંયમ શુદ્ધ આરાધો છે, જેમ અનુપમ શિવસુખ સાધો, જગમાં કીર્તિ વધે છે. ૭
(૨૭) શ્રી મુનિરાજને વંદના નિત કરીએ, હાં રે નિત કરીએ રે નિત કરીએ હાં રે તપસી મુનિવર અનુસરીએ, હાં રે જેનો ધન્ય અવતાર-શ્રી મુનિ-૧
નિંદક પૂજક ઉપરે સમભાવે, હાં રે પૂજક પર રાગ ન આવે, હાં રે નિંદક પર દ્વેષ ન આવે, હાં રે તેહથી વીતરાગ-શ્રી મુનિ-૨
તીન ચોકડી ટાળીને વ્રત ધરીયાં, હાં રે જાણું સંયમ રસનાં દરિયા, હાં રે અજવાળ્યો છે આપણા પરીયા, હાં રે ધન્ય ધન્ય ઋષિરાજ-શ્રી મુનિ-૩
સંજમધર ઋષિરાજજી મહાભાગી, હાં રે જેની સંયમે શુભમતિ જાગી, હાં રે થયા કંચન કામિનિ ત્યાગી, હાં રે કરવા ભવ તાગ-શ્રી મુનિ.... ૪ ચરણકરણની સિત્તરી દોય પાળે, હાં રે વળી જિનશાસન અજવાળે,
193