________________
સાત જાતિ તે તંદુલ તણી, તે સુઝતી આંબિલ ભણી, સેકેલ ધાન અપકવી દાળ, માંડા ખાખર લેવા ટાળ....૬
હલદ્ર લવિંગ પીંપર પીંપળી, હરડે સૈંધવ વેસણ વળી, ખાદિમ સ્વાદિમ જે કહેવાય, તે આંબિલમાં નવિ લેવાય....૭ ઉત્કૃè વિષે ઉષ્ણ જળ નીર, જધન્ય વિધે કાંજીનું નીર, ઈમ નિર્દૂષણ આંબિલ કરે, મુખ ધોવણ દાતણ નવિ કરે.....૮ જે નિર્દૂષણ લીધે આહાર, ઓદનની તેહને વ્યવહાર, આટો લિંગટ પાણી વતુ, તે પણ આંબિલમાં સૂઝતું.....૯ અશઠ ગીતાર્થ અણમચ્છરી, જે જે વિધ બોલે તે ખરી, લાભાલાભ વિચારે જેહ, વિધિ ગીતાર્થ કહયે તેહ-૧૦ આંબિલ તપ ઉત્કૃટો કહ્યો, વિઘ્ન વિદારણ કારણ લહયો, વાચક કીર્તિ વિજય સુપસાય, ભાખે વિનયવિજય ઉવજઝાય.....૧૧
(૨૫)
સરસ્વતી માતા મયા કરો, આપો વચન વિલાસો રે, મયણાસુંદરી સતી ગાઈશું. આણી હિયડે ભાવો રે....૧ નવપદ મહિમા સાંભળો, મનમાં ધરી ઉલ્લાસો રે, મયણાસુંદરી શ્રીપાળને, ફળિયો ધર્મ ઉદારો રે.... નવપદ-૨ માલવદેશમાંહિ વળી, ઉજ્જૈની નયરી જાણો રે, રાજ્ય કરે તીંહા રાજીઓ, પુહવીપાળ નરીંદો રે.... નવપદ-૩ રાયતણી મન મોહની, ઘરણી અનોપમ દોય રે, તાસ કુખે સુતા અવતરી, સુરસુંદરી મયણા જોડ રે.... નવપદ-૪ સુરસુંદરી પંડિત કને, શાસ્ત્ર ભણી મિથ્યાત રે, મયણાસુંદરી સિદ્ધાંતનો, અર્થ લ્યો સુવિચાર રે.... નવપદ-પ રાય કહે પુત્રી પ્રત્યે, હું તુઠચો તુમ જેહો રે,
વંછિત વર માંગ્યો તદ્દા, પરણાવી શુભ કામો રે... નવપદ-૬ સુરસુંદરી વર માંગ્યો, આપ્યો અનુપમ જેહો રે, મયણાસુંદરી વયણા કહે, કર્મ કરે તે હોય રે.... નવપદ-૭ કર્મે તુમારાં આવિયો, વર વરો બેટા જેહો રે,
તાત આદેશે કર ગ્રહયો, વર્ષો કુષ્ટી તેહો રે.... નવપદ-૮ આંબિલનો તપ આદરી, કોઢ અઢાર નીકાલો રે, સદ્ગુરુ આજ્ઞા શિર ધરી, હુઓ રાય શ્રીપાલો રે.... નવપદ-૯
192