________________
(૧૫) રાગ ? આવો આવો હે વીર સ્વામિ સુણી સુણો હે ભવિજન પ્યારા, સિદ્ધચક મહિમા અપાર,
મહાવીર સ્વામિની આજ્ઞા લઈને, ગુરુ ગૌતમ ગણધાર રાજગૃહી નગરી હિત કાજે, આવે સહુ પરિવાર-સુણો..
શ્રી શ્રેણીકરાય આદિ આગે, દે ઉપદેશ મનોહાર, માનવભવમાં પ્રમાદ તજીને, ધર્મ કરો નરનાર-સુણો..........૨
દાન શિયલ તપ ભાવના ભાવો, ધર્મનાં ચાર પ્રકાર, ભાવ વિના દાનાદિક ધર્મો, મુક્તિ નહીં દેનાર-સુણો...૩
વિશુદ્ધ ભાવ પ્રગટ કરવાને, નવપદ ધ્યાન શ્રીકાર, અરિહંત સિદ્ધ સૂરિ પાઠક સાધુ દર્શન જ્ઞાન અવધાર-સુણો.....૪
ચારિત્ર સંપ એ સિદ્ધચક્ર યંત્ર, શાંત દાંત આરાધનાર, વિધિશું આરાધન કરતાં એ, દુઃખ દોહગ ટાળનાર-સુણો ...૫
વિધિપૂર્વક આરાધન કરતાં, શ્રી મયણા શ્રીપાળ, સુરનરવરનાં સુખ ભોગવીને, વરશે શિવ વરમાળ-સુણો...૬
ગુરુ કપૂર-સૂરિ અમૃત ભાખે, જગમાંહે નવપદ સાર, * મન-વચ-કાયે આરાધના કરીને, સફલ કરો અવતાર-સુણો....૭
(૧૬) રાગ ? મારે સાસરીયે જઈને હાં રે બેની કર્મનાં ખેલો જો જો એટલડો (૨) સુણો હમારો સંદેશડો... હાં રે શ્રીકાંત રાજા છે શિકારી, હાં રે તસ સમકિતી શ્રીમતિ નારી
હાં રે તાસ સન્મતિ છે દેનારી, એટલડો (૨) સુણો...૧ હાં રે જાય શિકારે સાતમેં સહ રાજા, હાં રે કહે કોઢિયો શ્રી મુનિને ઝાઝા,
હાં રે બેઉ ખુશી થાયે મહારાજા, એટલડો (૨) - સુણો....૨ હાં રે ફરી મુનિને નદીમાહે પાડે, ચંડાળ કહીને મુનિને કાઢે,
હાં રે શ્રીમતિ વારે તે દહાડે-એટલડો (૨).......૪ હાં રે શ્રી શ્રીકાંત શ્રીપાળ થાવે, શ્રી શ્રીમતિ મયણા આવે, હાં રે સખીઓ લઘુ રાણીપદ પાવે - એટલડો.. (૨).....૫ હાં રે થાએ કોઢિઆ વઠો શ્રીપાળો, હાં રે કલંક આપે ચાંડાળો,
હાં રે ધવલ નાખે સમુદ્રમાં કાળો - એટલડો (૨)....૬ હાં રે નવપદથી શ્રીપાલરાય રાણો, હાં રે કોઢિયા સાતસે રાણા જાણો, હાં રે શ્રીપાલ થાશે શિવરાણો - એટલડો (૨)....૭
-18)