________________
પ્રાણી ! આરાધો સિદ્ધચક્ર, જેમ લહીએ સુખ અનંત રે પ્રાણી ! આરાધો-૧
રાજા મિથ્યામતિ અતિ ઘણો રે, સુણે ન રાણીની વાત, આખેટક વ્યસની ઘણો રે, કરે હિંસા તે કુજાત રે-પ્રાણી ....૨
એકદિન મૃગયા એ જાવતા રે, સાતસે ઉધંઠ સાથ, કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર રહ્યા રે, મુનિ દેખે નરનાથ રે-પ્રાણી-૩
હાંસીથી શ્રીકાંત રાજા કહે રે, કુષ્ઠ રોગે પીડચો એહ, ઉલ્લઠ સાતસો એહ સુણી રે, પીડ મુનિવર દેહ રે-પ્રાણી-૪
તાડના કરે મુનિને ઘણી રે, જેમ જેમ ઉજંઠ લોક, તેમ તેમ રાજા રાજ હવે રે, બાંધે છે પાપનાં થોક રે-પ્રાણી-૫
એક દિન મૃગયાએ એકલો રે, ગયો રાજા ધરી પ્યાર, મૃગ ન આવ્યો હાથમાં રે, ભૂલ્યો મારગ તેણી વાર રે-પ્રાણી...૬
નહીં નજીક તે આવતા રે, દેખે મુનિવર એક, કાને ઝાલીને પાણીમાં બોળતો રે, પીડ પ્રકાર અનેક રે-પ્રાણી....૭
એક દિન ઝરુખે બેસીને રે, નગર નિહાળે રાય, ભિક્ષાર્થે ભમતાં મુનિને રે, દેખીને દિલ દુભાય રે-પ્રાણી.....૮
સેવકને કહે સાધુને રે, કાઢી નગરની બહાર, રાય હુકમ સુણી કરી રે, થયા સેવકો તૈયાર રે - પ્રાણી ...૯
વાત જાણી એહ રાણીએ રે, નૃપને ઓલભો દીધ, મુનિ તેડી ઘર આયા રે, વિનય બહુલો કીધ રે-પ્રાણી...૧૦
ખમાવી બેઉ જણ ભાવથી રે, પાપ નિવારણ કાજ, માર્ગ પૂછે મુનિરાજ રે, ભવજલધિમાહે જહાજ રે-પ્રાણી...૧૧
નવપદ આરાધન કરો રે, મુનિવર ભાખે એમ, પાપ સકલ દૂર ટળે રે, લહીએ વાંછિત ક્ષેમ રે-પ્રાણી...૧૨
રાજારાણી બેઉ તપ તપી રે, થયા મયણાને શ્રીપાળ, પૂર્વકૃત કર્મયોગથી રે, આપદ સંપત આપ રે-પ્રાણી...૧૩
નવપદ મહિમા અતિ ઘણો રે, કહેતા નાવે પાર, ગુર કપૂરસૂરિ અમૃત કહે રે, ભાવે સેવો નરને નાર રે-પ્રાણી..૧૪
પાર્થપ્રભુજીને વીરજી રે, શિવસુખને આપનાર, સુમતિપ્રભુ સાચા દેવ છે રે, વેરાવળ મનોહાર રે-પ્રાણી-૧૫
-185