________________
ભૂત આદિના દોષ સવિ દૂર જાવે, નાવે રોગ શોક લગાર... નવપદ ભજો
વિધવાપણુને વંધ્યાપણું નાવે, જાવે વ્યાધિ વિકાર... નવપદ ભજો એ નવપદનો મહિમા મોટો છે, સ્વર્ગ અપવર્ગ દાતાર. નવપદ ભજો આસો ચૈત્રની ઓળીમાં કરીએ, આંબિલ એકાશી નિરધાર... નવપદ ભજો
પ્રતિલેખન પ્રતિકમણ દો ટંકના, દેવવંદન ત્રિકાળ... નવપદ ભજો ચૈત્યવંદન નવ કાઉસ્સગ કરીએ, જાપ જપીએ બે હજાર... નવપદ ભો ખમાસમણને સાથિયા પ્રદક્ષિણા, નિત પૂજા અષ્ટ વિચાર... નવપદ ભો
ગુરુવંદન પચ્ચકખાણ જ્ઞાનપૂજા, પારણે સત્તર પ્રકાર.. નવપદ ભજો એ તપ પૂરો થાયે સાડાચાર વર્ષે ઉજમણું શક્તિ અનુસાર.... નવપદ ભજો એમ જાણીને સિદ્ધચક્ર આરાધે, ધન ધન તસ અવતાર. નવપદ ભજો ગુરુ પૂંરસૂરિ અમૃત ભાખે, એ નવપદ જગ સાર... નવપદ ભજો
(૧૩) રાગ : છે કોણ જગ વહાલું તારુ નવપદ ગાન ગાનારી, શ્રી મયણા સુંદરી, નવપદ ગાન ગાનારી, નિર્મળ સમકિત ધારી, શ્રી મયણાસુંદરી, નવપદ ગાન ગાનારી... જીવાજીવાદિ તત્ત્વોની જ્ઞાતા, કર્મ મર્મની જાણનારી - શ્રી મયણા.....૧ વીતરાગ દેવને ત્યાગી ગુની, આણા શિરે ધરનારી-શ્રી મયણા...૨ પ્રજાપાલનાં મિથ્યા વચનનો, આદર નહિ કરનારી - શ્રી મયણા..૩ જિનવચનમાં આદર કરીને, રોગી પતિ વરનારી - શ્રી મયણા....૪ ઉજવલ શીયલ ધારણ કરીને, જિનવર પૂજનકારી-શ્રી મયણા....૫
મુનિચંદ્રગુરુ વાણી સુણીને, સિદ્ધચક્ર સેવાકારી - શ્રી મયણા...૬ અરિહંત આદિ નવપદ પ્રભાવે, શ્રીપાલ રોગ દૂરકારી - શ્રી મયણા....૭ રાજઋદ્ધિ સુખ ખૂબ ભોગવીને, જાએ તે સ્વર્ગ મોઝારી - શ્રી મયણા..૮
શ્રી મયણાને શ્રીપાલ આદિ, વરશે સુંદર શિવનારી - શ્રી મયણા...૯ સંસારની ખટપટ છોડીને, નવપદ ધ્યાવો સુખકારી - શ્રી મયણા...૧૦ ગુરુ કપૂરસૂરિ અમૃત ભાખે, નવપદ નિધાનકારી - શ્રી મયણા.....૧૧ વિમળેશ્વરને દેવી ચઢેશ્વરી, આરાધક કામિતકારી-શ્રી મયણા.....૧૨
(૧૪) શ્રીકાંત શ્રીમતિની સજઝાય રાગ : ત્રણ લિંગ સમકિત તણાં રે હિરણ્યપુર નામે નગરમાં રે, રાય નામે શ્રીકાંત, શ્રીમતિ નામે રાણી તેહને રે, શુદ્ધ સમતિર્વત રે,
-184