________________
(૧૦) રાગ : પ્યારા જિણાંદા આતમરામી જગ વિશ્રામી, ગાવે ગૌતમ ગણધાર, નવપદ મહિમા ઘણો... ૧
અરિહંત સિદ્ધ સૂરિ વાયક સાધુ દર્શન જ્ઞાન સુખકાર નવપદ મહિમા ઘણો...૨ ચારિત્ર તપ એ નવપદ આરાધતા, શિવપુર ગયાં નરનાર નવપદ મહિમા ઘણો... ૩ તત્ત્વજ્ઞાતા શ્રી મયણાસુંદરી, સુદઢ સમકિત ધાર નવપદ મહિમા ઘણો..૪ કર્મયોગે પતિ કોઢિયો પામી, ખેદ ધરે ના લગાર નવપદ મહિમા ઘણો...૫ વિધિપૂર્વક નવપદ આરાધતા, રોગ ગયો તત્કાળ નવપદ મહિમા ઘણો...૬ રાજઋદ્ધિ રમણી સુખ પામી, સ્વર્ગે ગયાં શ્રીપાળ નવપદ મહિમા ઘણો... ૭
નવમા ભવે એ શિવસુખ પામશે, આદિ અનંત અવધાર નવપદ મહિમા ઘણો...૮ એમ જાણી ગુણીજન આરાધો, કરવા સફલ અવતાર નવપદ મહિમા ઘણો...૯ ગુરુ કપૂરસૂરિ અમૃત ભાખે, એ વિણ નહિ ઉદ્ધાર નવપદ મહિમા ઘણો... ૧૦
(૧૧) રાગ : આવો આવો હે વીર સ્વામિ સુણી સુણો હે ભવિજન પ્યારા, ધર્મ કર્મની વાત,
ઉજેની વાસી શ્રી મયણા, પ્રજાપાળ જસ તાત બેની એ છે સુરસુંદરીની, રૂપસુંદરી તસ માત-સુણો-૧
કર્મયોગે પતિ કોઢિયો વરીએ, મારી મોહ નૃપ લાત, નિરોગી થયા એ નવપદ નવશે, શ્રીપાલ સહ જમાત-સુણો...૨
- કર્મ નચાવી સુરસુંદરીને, હલકી પાડી તસ જાત, કર્મ કુહાડો લઈ નૃપ આવીયો, શ્રીપાલ ઉતારે સુજાત-સુણો......... ૩
સુરસુંદરી કહે જૈન ધર્મ કયાં, કયાં શિવધર્મ મિથ્યાત, કલ્પતરુ સમ મયણાંને ફિલ્મોએ, મુજ વિષતરુ કજાત-સુણો....૪
સુરસુંદરી શિવદાતા સ્વીકારે, જૈન ધર્મ વિખ્યાત, તત્ત્વજ્ઞતા કહે મયણાસુંદરી, જૈન ધર્મ પ્રખ્યાત-સુણો...૫
વિધિ પૂર્વક નવપદ ધ્યાવે, ભાવે દિનને રાત, ગુરુ કપૂરસૂરિ અમૃત ભાખે, તેને નહિ ઉત્પાત-સુણો...૭
આનંદકારી મંગલકારી, શ્રી સિદ્ધચક્ર સુખકાર, નવપદ ભાવે ભજોઅરિહંત સિદ્ધ સૂરિ પાઠક સાધુ, દર્શન જ્ઞાન શિવકાર. નવપદ ભજો ચારિત્ર તપએ નવપદ ધ્યાને, થયા સિદ્ધ અપરંપાર.... નવપદ ભજો તન ધન વલ્લભ સુંદર પામે, પુત્ર રતન શ્રીકાર. નવપદ ભો
(18)