________________
હાં રે ગુરુ પૂંરસૂરિ અમૃત એમ ભાખે, હાં રે તજી વિરાધના આરાધના ચાખે,
હાં રે તેના કર્મનો ભૂક્કો કરી નાખે - એટલજી (૨).૮ (૧૭) રાગ : સાંભળજો તમે અદભૂત વાતો....
માલવદેશ ઉજૈણી નગરી, શ્રી પ્રજાપાલ ભૂપાલ રે, સૌભાગ્યસુંદરીને રૂપસુંદરી, પટરાણી બે અસરાલ રે.... માલવ....
સુરસુંદરી મયણાસુંદરી સુતા, શિવ જૈન ધર્મ ધરનારી રે, સુરસુંદરી સુંદર વર પામી, અભિમાનમાં મરનારી રે.... માલવ...
મયણાસુંદરી કર્મ સંયોગે, કોઢિયો વર નરનારી રે, ગુયોગે નવપદ આરાધી, રુપાળો વર કરનારી રે... માલવ....
કર્મયોગ સુરસુંદરી બાળા, બબ્બર કુલમાં વેચાણી રે, શ્રીપાલ આગે એ નૃત્ય કરનારી, હવે થઈ તે ખૂબ શાણી રે... માલવ...
માતાપિતાદિ આગે તેહ બોલે, છોડી મિથ્યા અભિમાની રે, મયણાને ધર્મ સુરતરુ ફલ્યો, મારો વિતરુ માનો રે... માલવ..
શૈવ ધર્મ છોડી જૈન ધર્મ પામે, સુરસુંદરી સુખકારી, મયણાને શ્રીપાલ નવપદનું ધ્યાન ધરો મંગલકારી રે....... માલવ
સુર નરવરનાં સુખ ભોગવીને, વરશે શિવ પટરાણી રે, ગુરુ કપૂરસૂરિ અમૃત ભાખે, ગુરુ ગૌતમની એ વાણી રે માલવ...
(૧૮) મુનિપદની સજઝાય. રાગ : ધન્યા શ્રી-મગધ દેશ રાજગૃહી નગરી
તે મુનિને કરું વંદન ભાવે, જે પર્કાય વ્રત રાખે રે, ઈન્દ્રિય પણ દ” વિષય ધૃણાથી, વાણી શાંતિ સુધારસ ચાખે રે- તે મુનિ...૧
લોભ તણાં નિગ્રહ કરતાં, વળી પડિલેહણાદિક ક્રિયા રે, નિરાશસ યતનાઅએ બહુપદી, વળી કરણ શુદ્ધિ ગુણાદરિયારે - તે મુનિ...૨
અહનિશ સંજમ યોગશું યુક્તા, દુર્ધર પરિષહ સહતા રે, મન-વચ-કાય કુશળતા જેગે, વરતાવે ગુણ અનુસરતા રે-તે મુનિ...૩
છડે નિજ તનુ ધરમને કામે, ઉપસર્ગાદિક આવે રે, સત્તાવીશ ગુણે કરી સોહે, સૂત્રાચારને ભાવે રે-તે મુનિ...૪
જ્ઞાન-દર્શન-ચારિત્ર તણાં જે, વિકરણ જોગ આચાર રે, અંગે ધરે નિઃસ્પૃહતા શુદ્ધિ, એ સત્તાવીશ ગુણ સાર રે-તે મુનિ....૫ અરિહંત ભક્તિ સદા ઉપદીશે, વાચક સૂરિનાં સહાઈ રે,
187)