________________
ઉદય કરીને કેવળજ્ઞાનનો, શિવસુંદરીને નિહાળે છ-નિગ્રંથ...૭
નિગ્રંથ સ્થાનક ભવમાં જીવને, ચાર વખત મળી આવે છે, સ્નાતક સ્થાનક એક જ વારમાં, શિવપુરમાં લઈ જાવે છ-નિગ્રંથ...૮
સ્થાન અસંખ્ય છે સંજમ ત્રણનાં, નિગ્રંથનાં સ્થાન દોય છે, સ્નાતકનું એક અંતિમ સ્થાન, ઉત્તરોત્તર શુદ્ધ હોય છે-નિગ્રંથ..૯
નિત્ય નમસ્કાર નિગ્રંથ નામને, હોજ્યો વાર હજારો છે, નિર્મળ નીતિનો ઉદય કરાવતા, પામે ભવજલ પારોજી-નિગ્રંથ -૧૦
(૬) તપની સઝાય
કીધાં કર્મ નિકંદવા રે, લેવા મુક્તિનુ દાન, હત્યા પાતક છૂટવા રે, નહિ કોઈ તપ સમાન, ભવિકજન તપ કરજો મન શુદ્ધ...૧
ઉત્તમ તપના યોગથી રે, સેવે સુરનર પાય, લબ્ધિ અછાવીશ ઉપજે રે, મનોવાંછિત ફળ થાય-ભવિકજન.... ૨
તીર્થંકર પદ પામીએ રે, નાસે સઘળાં રોગ, રુપ લીલા સુખ સાહેબી રે, લહીએ તપ સંયોગ-ભવિકજન...૩
તે શું છે સંસારમાં રે, તપથી જે નવિ હોય, જે જે મનમાં કામીએ રે, સકલ ફલે સવિ તેહ-ભવિકજન...૪
અટકર્મનાં ઓઘને રે, તપ ટાળે તત્કાળ, અવસર લહીને તેહનો રે, ખપ કરજો ઉજમાળ-ભવિકજન...૫
બાહ્ય અત્યંતર જે કહ્યા રે, તપનાં બાર પ્રકાર, હોજો તેહની ચાલમાં રે, જેમ ધન્નો અણગાર-ભવિકજન...૬
ઉદયરત્ન કહે ત૫ થકી રે, વાધે સુજસ સમૂર, સ્વર્ગ હવે ઘર આંગણે રે, દુર્ગતિ જાવે દૂર-ભવિકજન-૭
જગતમેં સદા સુખી મુનિરાજ, પરવિભાગ પરિણતત્યાગી જાગે આત્મ સમાજ, નિજગુણ અનુભવકે ઉપયોગી જોગી ધ્યાન જહાજ જગતમેં..૧
હિંસા મોસ અદત્ત નિવારી, નહીં મૈથુનકો પાસ, દ્રવ્યભાવ પરિગ્રહ ત્યાગી, લીને તત્ત્વ વિલાસ... જગતમેં...૨
નિર્ભય નિર્મલ ચિત્ત નિરાકુલ, વિલગે ધ્યાન અભ્યાસ, દેહાદિક મમતા સવિ વારી, વિચરે ધ્યાન અભ્યાસ. ૩
ગ્રહે આહાર વૃત્તિ પાત્રાદિક સંયમ સાધન કાજ, દેવચંદ્ર આણાનુ જાઈ, નિજ સંપત્તિ મહારાજ... જગતમેં....૪
--181)