________________
અંગ અગ્યાર ચૌદ પૂર્વજે, વળી ભણે ભણાવે જેહ રે, ગુણ પચવીશ અલંક્ય, દ્રષ્ટિવાદે અર્થનાં ગેહ રે... ૩ બહુ નેહે અર્થ અભ્યાસે સદા, મન ધરતાં ધર્મધ્યાન રે, કરે ગચ્છ નિશ્ચિત પ્રવર્તક, દીયે સ્થવીરને બહુમાન રે......૪
અથવા અંગ અગ્યાર જે વળી, તેહના બાર ઉપાંગ રે, ચરણ-કરણની સિત્તરી, જે ધારે આપણે સંગ રે........ ૫
વળી ધારે આપણે અગે, પંચાંગી જાતે શુદ્ધ વાણ રે, નય ગમભંગ પ્રમાણ વિચારને, દાખતા જિન આણ રે. ૬
સંઘ સકલ હિતકારીઆ, રત્નાધિક મુનિ હિતકાર રે, પણ વ્યવહાર પ્રરુપતા કહે દશ સમાચારી આચાર રે. ૭
ઈન્દ્રિય પંચથી વિષય વિકારને, વારતા ગુણગહ રે, શ્રી જિનશાસન ધર્મધૂરા, નિરવહતા શુચિ દેહ રે....... ૮ પચવીશ પચવીશા ગુણ તણી, જે ભાખી પ્રવચન-માણે, મુકતાફળ શુક્તિ પર દીપે, જસ અંગ ઉચ્છો હે રે...૯ જસ દીપે અતિ ઉચ્છા, અધિક ગુણે જીવથી એકતાન રે, એહવા વાચકનું ઉપમા ન કર્યું, તેથી શુભ ધ્યાન રે... ૧૦
(૫) મુનિ પદની સજઝાયા નિગ્રંથ મુનિવર તેહને જાણીયે, ગ્રંથી કાપે દુભેજી, ધનધાન્યાદિક નવવિધ વસ્તુને, દ્રવ્ય ગ્રંથીમાં ઉચ્છેદેજી-નિર્ગથ.....૧
હાસ્યાદિક પટુ વિવિધ વેદને, ચાર કષાયને ટાળે, મળ મિથ્યાતનો કચરો કાઢીને, ગ્રંથી ભાવની ગાળજી-નિગ્રંથ..૨
દ્રવ્ય ગ્રંથી તે બાહ્મને જાણીયે, જેહ કહી નવ ભેદે છે, ભાવ તે અંતરગ્રંથી પિછાણીયે, તેહ ચતુર્દશ ભેદે છ-નિગ્રંથ....૩
દ્રવ્યને ભાવની ગ્રંથી કાપીને, નિગ્રંથ નામ ધરાવે છે, ગુણસ્થાનક છે દસમું તેહનું દેવ અનુત્તર થાવે છ-નિગ્રંથ .... ૪
નિગ્રંથ પ્રકરણ પંચવિધ ભાખ્યું. ભગવતી સૂત્ર મોઝારો છે, બકુશ કુશીલને ત્રીજો પુલાક છે, નિગ્રંથ સ્નાતક ધારો છ-નિગ્રંથ....૫
ભેદ પ્રથમ તે બકુશનો જાણીયે, કષાય કુશીલ દીય ભેદે છે, ત્રીજો ભેદ પુલાક વખાણીયે, નિગ્રંથ ગ્રંથિ ઉચ્છેદે છ-નિગ્રંથ...૬ પંચમ ભેદ સ્નાતક ભાખ્યો, મેલ કરમનો પ્રક્ષાળે છે,
-180