________________
ભેદ પન્નર ઉપચારથી રે લાલ, અનંત પરંપર ભેટ રે હું વારી લાલ, નિશ્ચયથી વીતરાગના રે લાલ, ત્રિકરણ કર્મ ઉચ્છેદ રે હું વારી લાલ.....૭ જ્ઞાન-વિમલની જ્યોતિમાં રે લાલ, ભાસિત લોકાલોક રે હું વારી લાલ, તેહનાં ધ્યાન થકી હુવે રે લાલ, સુખીયા સઘળા લોક રે હું વારી લાલ....... (૩) આચાર્ય પદની સજઝાય
આચારી આચાર્યનોજી, ત્રીજે પદે ધરો ધ્યાન, શુભ ઉપદેશ પ્રરુપતાજી, કહ્યા અરિહંત સમાન
સૂરીશ્વર નમતા શિવસુખ થાય, ભવભવનાં પાતિક જાય-સૂરીશ્વર પંચાચાર પલાવતાંજી, આપણ પે પાલત, છત્રીસ છત્રીસી ગુણેજી, અલંકૃત તનુ વિલસંત-સૂરીશ્વર-૨ દર્શન જ્ઞાન ચારિત્રનાંજી, એકેક આઠ આચાર, બાર તપ આચારનાંજી, ઈમ છત્રીસ ઉદાર-સૂરીશ્વર-૩ પડિરુપાદિક ચઉદ અછેજી, વળી દવિધ યતિધર્મ, બાર ભાવના ભાવતાંજી, એ છત્રીસ મર્મ-સૂરીશ્વર-૪ પંચેન્દ્રિય દમે વિષયથીજી, ધારે નવવિવધ બ્રહ્મ, પંચ મહાવ્રત પોષતાજી, પંચાચાર સમર્થ-સૂરીશ્વર-૫ સમિતિ ગુપ્તિ શુદ્ધિ ધારેજી, ટાળે ચાર કષાય, એ છત્રીસે આદરેજી, ધન્ય ધન્ય તેહની માય-સૂરીશ્વર-૬ અપ્રમત્તે અર્થ ભાખતાજી, ત્રણ સંપદ જે આઠ, છત્રીસ ચઉ વિનયાદિકેજી, ઈમ છત્રીસ પાઠ-સૂરીશ્વર-૭
ગણધર ઉપમા દીજીયેજી, યુગપ્રધાન કહાય, ભાવચારિત્રી તેહવાજી, તિહાં જિનમાર્ગ કરાય-સૂરીશ્વર-૮ જ્ઞાનવિમલ ગુણ ગાવતાંજી, ગાજે શાસનમાંહે, તે વાંદી નિર્મલ કરોજી, બોધિબીજ ઉચ્છાહ-સૂરીશ્વર-૯
-
(૪) ઉપાધ્યાય પદની સજઝાય ચોથે પદ ઉવજ્ઝાયનું, ગુણવંતનું ધ્યાન ધરો રે, યુવરાજ સમ તે કહ્યા રે, પદ સૂરિને સમાન રે..... ૧ જે સૂરિ સમાન વ્યાખ્યાન કરે, પણ ન ધરે આભિમાન રે, વળી સૂત્ર અર્થનો પાઠ દીયે, ભવિ જીવને સાવધાન રે...... ૨
179
૧