________________
સજઝાય વિભાગ
(૧) અરિહંત પદની સઝાયા વારી જાઉં શ્રી અરિહંતની, જેહનાં ગુણ છે બાર મોહન, પ્રાતિહારજ આઠ છે, મૂલ અતિશય છે ચાર મોહન - વારી - ૧
વૃક્ષ અશોક સુર કુસુમની, વૃષ્ટિ દિવ્યધ્વનિ વાણ મોહન, ચામર સિંહાસન દુંદુભિ, ભામંડલ છત્ર વખાણ મોહન વારી - ૨
પૂજાતિશય છે ભલો, ત્રિભુવન જનને માન્ય મોહન, વચનાતિશય યોજન માને, સમજે ભવિ સામાન્ય મોહન -વારી - ૩
જ્ઞાનાતિશયે અનુત્તર સુરતણા, સંશય છેદનહાર મોહન, લોકાલોક પ્રકાશતા કેવલજ્ઞાન ભંડાર મોહન-વારી-૪
રાગાદિક અંતરરિપુ, તેહના કીધા અંત મોહન, જ્યાં વિચરે જગદીશ્વર, ત્યાં સાત ઈતિ સમંત મોહન-વારી...૫
એહ અપાયાપનમનો, અતિશય અતિ સદ્ભૂત મોહન, અહર્નિશ સેવા સારતા, કોડી ગમે પૂરદૂત મોહન-વારી....૬
મારગ શ્રી અરિહંતનો, આદરીયે ધરી નેહ મોહન, ચાર નિક્ષેપે વંદિયે, જ્ઞાનવિમલ ગુણગેહ મોહન-વારી-૭
(૨) સિદ્ધ પદની સઝાય નમો સિદ્ધાણં બીજે પદે રે લાલ, જેહના ગુણ છે આઠ રે હું વારી લાલ, શુકલધ્યાન અનલે કરી રે લાલ, બાળ્યા કર્મ કુઠાર રે હું વારી લાલ ...૧
જ્ઞાનાવરણ ક્ષયથી લયો રે લાલ, કેવલજ્ઞાન અનંત રે હું વારી લાલ, દર્શનાવરણ ક્ષયથી લડ્યો રે લાલ, કેવલદર્શન કંત રે હું વારી લાલ....૨ અક્ષય અનંત સુખ સહજથી રે લોલ, વેદનીય કર્મનો નાશ રે હું વારી લાલ, મોહનીય ક્ષયે નિમેલું રે લાલ, સાયિક સમકિત વાસ રે હું વારી લાલ, ... ૩ અક્ષય સ્થિતિ ગુણ ઉપન્યો રે લાલ, આયુષ્ય કર્મ અભાવ રે હું વારી લાલ, નામકર્મ ક્ષય નિપજ્યો રે લાલ, રુપાદિક ગત ભાવ રે હું વારી લાલ....૪ અગુરુલઘુ ગુણ ઉપન્યો રે લાલ, ન રહ્યો કોઈ વિભાવે રે હું વારી લાલ, ગોત્ર કર્મનાં નાશથી રે લાલ, નિજ પર્યાય સભાવ રે હું વારી લાલ....૫
અનંતવીર્ય આતમતણું રે લાલ, પ્રગટયો અંતરાય નાશ રે હું વારી લાલ, આઠ કર્મનો ક્ષય થયે રે લાલ, અનંત અક્ષયગુણ વાસ રે હું વારી લાલ....૬
179