________________
કરીને સરખો નિહાળો નિજ દાસ જો;
ભવ ભટકતાં ભવિને તારા ગુણ ગ્રહી, અનુમોદના પ્રગટે હૃદયે તાસ જો. સિદ્ધવિભુ... ૨ તેથી તે પણ તુજ સરીખા પાછળ બને, એ ઉપકાર છે મોટો તારો ખાસ જો;
અભયદેવસૂરિ પંચમ અંગે ઈમ ભણે, તેથી સેવા કરું છું હું ધરી આસ જો, સિદ્ધવિભુ... ૩
સામો કિનારો તારો સિદ્ધ ! મુજને ગમે, જ્યાં આગળ પ્રભુ નથી સુખનો પાર જો;
આ કિનારે દુઃખ અનંત રહ્યા, હૃદયે એહ છે મારે દાહ અપાર જો, સિદ્ધવિભુ.. ૪
તુજ અવલંબી સમતા સાયર છોળથી, દાહ બુઝાવી કરશું લીલા લ્હેર જો;
આત્મ કમલમાં લબ્ધિ અનંતી પામીને, તુજ પસાથે આવીશું શિવપુર શહેર જે, સિદ્ધવિભુ..... ૫
(૧૨૨) શ્રી અરિહંત પદનું સ્તવના
(રાગ : જગજીવન જગ વાલ હો).
અરિહા પૂજો પ્રેમશું, સેવે ચોસઠ ઈન્દ્ર લાલ રે; સેવંતા સુખ ઉપજે, વશ કરી ચિત્ત કરીન્દ્ર લાલ રે. અરિણ૦ ૧
કર્મરિપુદલ વારવા, અરિહન્ત એક આધાર લાલ રે; ભવસાગર પ્રભુ નાવ છે, ભવિજન તારણહાર લાલ રે, અરિહા. ૨
મોહ-તિમિર દલ ચૂરવા, કરે કેવલ પ્રકાશ લાલ રે, પાંત્રીશ વાણી ગુણે ભર્યા, કરતા આત્મવિકાસ લાલ રે, અરિહા. ૩
અગ્રપદે પરમેષ્ઠીમાં, હરે સકલ સંતાપ લાલ રે; મુજ મનમાં અતિ ભાવના, કરતા કરમનો કાપ લાલ રે. અરિહા૦ ૪
આત્મકમલ સ્થિર વાસથી, રહેજો જિનજી હજુર લાલ રે; લબ્ધિસૂરિ ગુણ ગણ ભરી, કરજો ઘાતિ દૂર લાલરે, અરિહા. ૫