________________
. સર્વ સાધુ પદ પાંચમે અણમો, શ્યામવરણ સુખકાર, - છઠે દરિસણ જ્ઞાન સાતમે, આઠમે ચારિત્ર સાર રે-ભવિકા....૪
તપનું આરાધન પદ નવમે, ચારએ ઉજ્જવલ વરણાં, ઈહ લોગો તમે એહિ જ. મંગળ કરવા એહનું શરણ રે-ભવિકા...૫ : આસો ચૈત્રી અઢાઈમાંહી, નવ આંબિલ નવ ઓળી, સિદ્ધચક્રજીની પૂજા કરતાં, દુઃખ સવિ નાંખો ઢોળી -ભવિકા-૬
સિદ્ધચકની પૂજાથી સઘળી, સંપદા નિજઘર આવે, - દુર કુટ પ્રમુખ જે રોગા, તે પણ દૂર જાવે રે-ભવિકા-૭
પૃથ્વી નિરુપમ નગરી ઉજેણી, દોય પુત્રી તસ સારી, સુરસુંદરી મિથ્યાત્વને પેખી, મયણાં જિનમત ધારી રે-ભવિકા....૮.
સુરસુંદરી કહે સવિ સુખ અમને, છે નિજ તાત પસાય, મયણા કહે ફોગટકુ સુણત, સુખ દુઃખ કર્મ પસાય રે-ભવિકા...૯
* તવ વચન નૃપ કોપ્યો એહ, આવ્યો ઉંબર ઈણ સમે,. સાતમેં કોઢીનો તે અધિપતી, તેણે માંગી કન્યા રે-ભવિકા-૧૮
નૃપ કહે મયણાં તુમ કર્યું, આણ્યો એ વર રસાળ, તવ મયણા મન ધીરજ ધરીને, કંઠે હવે વરમાળ રે-ભવિકા-૧૧ * શુભ વેળા પરણી હોય પહોંચ્યા, શ્રી જિનવર પ્રાસાદ, ઋષભદેવ પૂજી ગુરુ પાસે, આવ્યા ધરી ઉલ્લાસ રે-ભવિકા-૧૨
.
આ જગતમેં નવપદ જયકારી, પૂજતા રોગ ટળે ભારે, "
પ્રથમ તીર્થપતિ રાજે, દોષ અટાદેશકુ ત્યાગે, આઠ પ્રાતિહારજ છાજે, જગત પ્રભુ ગુણ બાર સાજે,
A અષ્ટ કરમદલ જીનકે, સકલ સિદ્ધ થાયા, સિદ્ધ અનંત ભજો બીજેપર, એક સમે શિવ જાયે,
પ્રગટ ભયો નિજસ્વરુપ ભારી-જગતમેં-૧ સૂરિ પદ ગૌતમ કેશી, ઉપમા ચંદ સૂરજ જેસી, ઉગારીયો રાજા પરદેશી, એક ભવનાં હે શિવલેસી,
ચોથે પદ પાઠક નમું, શુદ્ધ ધારી વિક્ઝાય, સવ્વ સાહૂ પંચમપદ માટે, ધન ધન્નો મુનિરાય, વખાણ્યો વીર પ્રભુ ભારી-જગતમેં-૨
(174)