________________
નરનારી એ પદ ધ્યાવેજ મનો, તે તો સઘળી સંપદ પાવેજી, મનો મુનિરત્ન સુંદર સુરસાયજી મનો, સેવક મોહન ગુણગાયજી – મનો.....૯
(૧૧૧) રાગ : જગજીવન જગવાલ હો શ્રી સિદ્ધચક્ર આરાધીએ, શિવસુખ ફલ સહકાર લાલ રે. જ્ઞાનાદિક ત્રણ રત્નનું, તેજ ચઢાવણહાર લાલ રેશ્રી સિદ્ધ
ગૌતમે પૂછતાં કહ્યો, વીર નિણંદ વિચાર લાલ રે, નવપદ મંત્ર આરાધતાં, ફળ લહે ભવિક અપાર લાલ રેશ્રી સિદ્ધ
ધર્મરથના ચાર ચક્ર છે, ઉપશમને વિવેક લાલ રે, સંવર ત્રીજું જાણીએ, ચોથું સિદ્ધચક્ર છે લાલ રે-શ્રી સિદ્ધ
ચકી ચક્ર રયણ બલે, સાથે સયલ છ ખંડ લાલ રે, તેમ સિદ્ધચક્ર પ્રભાવથી, તેજ પ્રતાપ અખંડ લાલ રેશ્રી સિદ્ધ
મયણાને શ્રીપાલજી, જપતાં બહુ ફળ લીધ લાલ રે, ગુણ જસવંત જિનેન્દ્રનો, જ્ઞાન વિનોદ પ્રસિદ્ધ લાલ રેશ્રી સિદ્ધ
(૧૧૨) રાગ : નવપદ ધ્યાન સદા જયકારી અરિહંત સિદ્ધ આચારજ પાઠક, સાધુ દેખો ગુણ રુપ ઉદારી - નવપદ -૧ દર્શન જ્ઞાન ચારિત્ર હે ઉત્તમ, તપ દોય ભેદે હૃદય વિચારી-નવપદ-૨ મંત્ર જડી ઓર તંત્ર ઘણેરા, ઉન સબકું હમ દૂર વિસારી-નવપદ-૩ બહોત જીવ ભવજલસે તારે, ગુણ ગાવત હે બહુ નરનારી-નવપદ-૪ શ્રી જિનભક્ત મોહન મુનિ વંદન, દિન દિન ચઢતે હર્ષ અપારી-નવપદ-૫
(૧૧૩). નવપદ ધરજો ધ્યાન, તુમ નવપદ ધરજો ધ્યાન એ નવપદનું ધ્યાન કરતા, પામે જીવ વિશ્રામ - ભવિ - ૧
અરિહંત સિદ્ધ આચારજ પાઠક, સાધુ સકલ ગુણખાણ-ભવિ-૨ દર્શન જ્ઞાન ચારિત્ર એ ઉત્તમ, તપ તપો કરી બહુમાન – ભવિ -૩ એ એકાશી આંબિલ કીજે, વરસ સાડાચરનું માન - ભવિ - ૪ પડિઝમણાં દોય ટંકના કીજે, પડિલેહણ બે વાર – ભવિ - ૫
દેવવંદન ત્રણ ટંકના કીજે, દેવ પૂજો ત્રિકાળ - ભવિ - ૬ બાર આઠ છત્રીસ પચવીશનો, સત્તાવીશ સડસઠ સાર - ભવિ - ૭ એકાવન સીત્તેર પચાસનો, કાઉસ્સગ કરો સાવધાન-ભવિ-૮
(172)