________________
I
બોલે નહીં ચાલે નહીં, મૌનપણું નહીં ખેદ હો ગૌતમ - શિ - ૧૦
ગામ નગર એકો નહીં, નહી વસ્તી ઉજડ હો ગૌતમ . કાળ-તીહાં વરતે નહીં નહીં રાત-દિવસ તિથી વાર હો ગૌતમ - શિ -૧૧
રાજા નહીં પ્રજા નહીં, નહીં ઠાકુર નહીં દાસ હો ગૌતમ - મુક્તિમાં ગુરુ ચેલો નહીં, નહીં લઘુ નહીં વડાઈ વાસ હો ગૌતમ - શિ - ૧૨
અનંતા સુખમાં ઝીલી રહ્યા, અરૂપી જ્યોતિ પ્રકાશ હો ગૌતમ સહુ કોઈને સુખ સારીખા, સઘળાને અવિચલ રાજ હો ગૌતમ-શિ-૧૩
અનંતા સિધ્ધ મુક્ત ગયા, વળી અનંતા જાય હો ગૌતમ અવર જગ્યા રુંધે નહીં, જ્યોતિમાં જ્યોતિ સમાય હો ગૌતમ - શિ - ૧૪
કેવલજ્ઞાન સહિત છે, કેવલ દર્શન ખાણ હો ગૌતમ સાયિક સમકિત દીપતા, કદી નહીં હોવે ઉદાસ હો ગૌતમ-શિ. ૧૫
સિદ્ધ સ્વરુપ જે ઓળખે, આથી મન વૈરાગ્ય હો ગૌતમ શિવરમણી વેગે વરે, નય કહે સુખ અથાગ હો ગૌતમ-શિ-૧૬
(૧૧૦) રાગ : તમે પીતાંબર પહેર્યાજી, મુખ મરકલડે. શ્રી સિદ્ધચકને વંદોજી મનોહર મનગમતા, જે અવિચલ સુખનો કંદો મનોહર મનગમતા માસ આસોએ મધુર સોહજી મનો, ભવિ આદરો તમે ભલે ભાવેજી-મનો...૧
નવ આંબિલ તપ કીજે જ મનો, તો અવિચલ સુખડાં લીજેજી-મનો. સુદી સાતમથી તમે માંડી મનો, ઘરનાં આરંભ સવિ છાંડીજી-મનો...૨
પહેલે પદ અરિહંત સેવા મનો, આપે મુકિતનાં મેવાજી-મનો. બીજે પદ સિદ્ધ સોહાવેજી મનો, મન શુદ્ધ પૂજો ભલે ભાવેજી-મનો... ૩
આચાર્ય ત્રીજે પદ નમોજી, મનો, તમે કોધ કષાયને દમોજ-મનો. વિઝાય તે ચોથે વંદોજી, મનો, સાધુ પાંચમે દેખી આણંદોજી-મનો... ૪
છઠે દરિસણ જાણોજી, મનો શ્રી જ્ઞાનને સાતમે વખાણોજી-મનો ચારિત્રપદ આઠમે સોહેજી, મનો વળી નવમે તપ મન મોહેજી-મનો...૫ રસ ત્યાગે આંબિલ કીજે, મનો, તો મુક્તિ તણાં ફળ લીજેજી, મનો સંવત્સર યુગ પહ્મસોજી, મનો, તપ કીજે મનને ઉલ્લાસોજી-મનો.....૬
એ તો મયણાને શ્રીપાળજી, મનો, તપ કીધું થઈ ઉજમાળજી, મનો તેનો કોઢ શરીરનો ટાળ્યો, મનો, જગમાં જસવાદ પ્રગટાયોજી-મનો-૭
પંચમકાળે તમે જાણોજી મનો, પ્રગટ પરચો પરમાણોજી, મનો એનું ગણણું બે હજારજી મનો, તમે ધારો હૃદય મોઝારજી-મનો...૮