________________
આ જગમાં જે ખરું નાણું રે, બહુ ખરયો રે, તોય ન ખૂટે જરીએ... III
ચારિત્ર પદ નમુ આઠમે રે, નવમે તપ કરો બહુ ઠાઠે રે, દુ:ખ દારિદ્ર જેહથી નાઠે રે, જિનવરની રે, પ્યારથી પૂજા કરીએ... INT
નવદિન શીયળ વ્રત પાળો રે, પડિક્રમણ કરી દુઃખ ટાળો રે, જેમ ચંપાપતિ શ્રીપાળો રે, મનમાંહિ રે, શંકા ન રાખો જરીએ.. II
ઓગણીશ અઠ્ઠાવન વર્ષે રે, પોષ માસ પૂનમ તિથિ ફરસે રે, ભાવે ભાવે તે ભવ નવિ ફરસે રે, નિર્ભયથી રે, ધર્મ કહે ભવતરીયે
| નવપદનું ધ્યાન સદા ધરીએ. છા (૯૦) રાગ : રુમઝુમ કરતી આવી આઝાદી રુમઝુમ કરતી આવી ઓળી તો, રુમઝુમ કરતી આવી,
આસો ચૈત્ર સુદી સાતમથી, પુનમ સુધી કરીએ,
સિધ્ધચક્રની સેવા કરીએ, ધ્યાન નવપદનું ધરીએ, મયણા શ્રીપાલ ચરિત્ર સુણીએ, વ્યાખ્યાન મધ્યે આવી-ઓળી તો... !
નવપદનું મંડળ આલેખી, લાખેણી આંગી રચાવો,
રૂડી રીતે સ્નાત્ર પૂજામાં, નરનારી મળી આવો, પૂજા ભણાવો ભાવના ભાવો, ગીત ગાઈવ બજાવીએ-ઓળી તો . જરા
વિધિ સહિત આંબિલ કરીને, રાસ શ્રીપાલ વંચાવો
યથાશક્તિ પ્રભાવના કરીને, લ્યો લક્ષ્મીનો લ્હાવો ઉલ્લાસ થકી આરાધના કરતાં, છે શીવપુરની ચાવી-ઓળી તો.... !
એવી રીતે ભક્તિ કરતાં, કઠણ કર્મને ચૂરે,
વિમલેશ્વર યક્ષ પ્રસન્ન થઈ, તેહના વાંછિત પૂરે ભાસ્કર વિજયજી કહે પ્રભુ પસાથે, શિવસુંદરી મળે આવી-એવી તો... જા (૯૧) રાગ : તું સાંભળ સૈયર મોરી મુજ વર વેશ્યાનો ચારી
નવપદ સેવો નરનારી, સિદ્ધચક્ર સદા સુખકારી,
અરિહંત સિદ્ધ આરાધો, વળી આચાર્ય પદ સાધો, ઉવઝાય પદ ગુણકારી, સિદ્ધચક સદા સુખકારી.... ૧
સાધુપદ નિત નિત વંદો, વળી દર્શનપદ આનંદો, પંચ જ્ઞાન અનંત ઉપકારી, સિદ્ધચક્ર સદા સુખકારી... રા.
ચારિત્ર સુરતરુ સરીઓ, તપ પૂછ મન હરખો, એ નવપદ મંગળકારી સિદ્ધચક સદા સુખકારી.. ૧૩
-160