________________
મલ ઉપશમ ક્ષય ઉપશમેજ, ક્ષયથી વિવિધ હોયે જે રે, સડસઠ બાલે સોહામણોજી, પ્રણમું દર્શન તેહ રે-સેવો... આ પાંચ ભેદે જ્ઞાની એ જ્ઞાન કોઇ, પ્રત્યક્ષ પરોક્ષ ભેદ સહિત રે, અનર્પિત અર્પિત નય વળી, જેહ સંવાદ રહિત રે-સેવો...
સંયમ સત્તર ભેદે હુવે છે, જેહ આદરે દુઃખ જાય રે, દશા જાગરણ ઈહાં કહી છે, સુરવધુ નમે વળી પાય રે-સેવો... હા.
દ્વાદશ ભેદે જે તપ ભણ્યો છે, તે બાહ્ય-અત્યંતરથી હોય રે, ક્ષમા સહિત આરાધતાજી, પાતક ન રહે કોય ૨-સેવો... ૧ળા
એમ નવપદ ગુણરત્નનોજી, પાર ન લહે મતિવંત રે, ધર્મચંદ્ર કરજોડને છે, કહે તારજો ભગવંત રે-સેવો... ૧૧
(૮૮) સિદ્ધચક્ર સેવો રે પ્રાણી, ભવોદધિમાંહે તારક હો જાણી, વિધિપૂર્વક આરાધી જે, જિમ ભવ સંચિત પાતક છીજે-સિ.... આવા
પ્રથમ પદે અરિહંત, બીજે પદ વળી સિદ્ધ ભગવંત, ત્રીજે પદ આચાર્ય જાણું, ચોથે પદ ઉપાધ્યાય વખાણું-સિ. મેરા
પાંચમે પદ સકલ મુનીન્દ્ર, છઠે દર્શન શિવસુખકંદ, સાતમે પદ જ્ઞાન વિબુધ, આઠમે ચારિત્ર પાર વિશુદ્ધ-સિ... It
નવમે પદ તસ સાર, એક એક પદ જપો દોય હજાર, નવ અંબિલ ઓળી કીજે, વણકાળ જિનને પૂજીજે-સિ... .
દેવવંદન ત્રણ વાર, પડિઝમણું પડિલેહણ ધાર, રત્ન કહે એમ આરાધો, શ્રીપાલ મયણા જિમ સુખ સાધો-સિ... પા.
(૮૯)
નરનારી રે, ભમતાં ભવ ભાદરીએ, નવપદનું ધ્યાન સદા ધરીએ, સુખકારી રે, તો શિવસુંદરી વરીએ, નવપદનું ધ્યાન સદા ધરીએ. ૧
પહેલે પદ શ્રી અરિહંત રે, કરી અરરિપુનો અંત રે, થયા શિવરમણીના કંત રે, પદ બીજે રે, સિદ્ધ ભજી દુઃખ હરીએ રે, નવપદનું ધ્યાન સદા ધરીએ, સુખકારી રે, તો શિવસુંદરી વરીએ.. II
આચાર્ય નમું પદ ત્રીજે રે, ચોથે પદ પાઠક લીજે રે, પ્રીતેથી પાય પ્રણમી રે, પદ પાંચમે રે મુનિ મહારાજ ઉચ્ચરીયે.. ૩ છકે પદ દર્શન જાણું રે, જ્ઞાન ગુણ મુખ્ય વખાણું રે,
159)