________________
નેમિ લાવણ્ય શિષ, દક્ષ નમાવે શિષ,
શ્રી સિદ્ધચક્ર જગીશ, છિન છિન સેવો રે-નવપદ... ।।૪।
(૮૪) રાગ : ગોકુલકે વીર જપો કૃષ્ણ નામકી માલા સબ તજકે ચિત્ત ધરો, નવપદ મંગલ માલા-ટેક
કર્મ દલો, સર્વ દલો, જન્મ-મરણ દુ:ખ વારો-સબ તજકે..... ॥૧॥ જાપ જપો, પાપ ખપો, ખૂબ ધપો, જેમ શ્રીપાલ કુમારો... ॥૨॥ દક્ષ જનો, મુક્ત બનો, ધરકે ધ્યાન રસીલા-સબ... III
(૮૫)
સુરમણી સહુ મંત્રમાં, નવપદ અભિરામી રે લોલ, અહો અભિરામી રે લોલ.... કરુણાસાગર ગુણનિધિ, જગ અંતરજામી રે લોલ-અહો.... ॥૧॥ ત્રિભુવન જન પૂછત સદા, લોકાલોક પ્રકાશી રે લોલ-અહો એવા શ્રી અરિહંતજી, નમુ ચિત્ત ઉલ્લાસી રે લોલ-અહો.... ॥૨॥ અષ્ટકર્મદલ ક્ષય કરી, થયા સિદ્ધ સ્વરુપી રે લોલ-અહો, સિદ્ધ નમો ભવિભાવથી, જે અગમ અરુપી રે લોલ-અહો... ॥૩॥ ગુણ છત્રીસે શોભતા, સુંદર સુખકારી રે લોલ, અહો. આચારજ ત્રીજે પદે, વંદુ અવિકારી રે લોલ, અહો.... I॥૪॥
આગમધારી ઉપશમી, તપ દુવિધ આરાધી રે લોલ-અહો ચોથે પદે પાઠક નમો, સંવેગ સમાધિ રે લોલ-અહો..... ॥૫॥
પંચાચાર પાલણ પરા, પંચાશ્રવ ત્યાગી રે લોલ-અહો. ગુણરાગી મુનિ પાંચમે, પ્રણમું વડભાગી રે લાલ-અહો.. ॥૬॥ નિજ પર ગુણને ઓળખે, શ્રુત શ્રદ્ધા આવે રે લોલ-અહો. છકે ગુણ દરિસણ નમો, આતમ શુભ ભાવે રે લોલ-અહો... I જ્ઞાન નમો ગુણ સાતમે, જે પંચ પ્રકારે રે લોલ-અહો.
આઠમે ચારિત્ર પદ નમો, પર ભાવ નિવારી રે લોલ-અહો.... ॥૮॥ ખંત્યાદિક દશ ધર્મનો, જેહ છે અધિકારી રે લોલ-અહો.
નવમે વલી તપ નમો, બાહ્ય અત્યંતર ભેદે રે લોલ-અહો... ||૯|| બાંધ્યાકાળ અનંતનાં, જે કર્મ ઉચ્છેદે રે લોલ-અહો.
એ નવપદ બહુ માનથી, ધ્યાવે શુભ ભાવે રે લોલ-અહો.... ||૧૦|| નૃપ શ્રીપાલ તણી પરે, મનવાંછિત પાવે રે લોલ-અહો.. આસો ચૈત્ર માસમાં, નવ આંબિલ કરીએ રે લોલ-અહો... |૧૧||
157