________________
.
ઢાળ-૩ રાગ : મારું મન મોહયુ રે શ્રી સિદ્ધાચલે મારુ મન મોહ્યું રે સૂરિ ગુણ ગાવણ રે, વર છત્રીશ પ્રધાન, ભુવન પદાર્થ પ્રગટ પ્રકાશતા રે, દીપક જેમ નિધાન-મારું... મદ કોપાદિક નહીં કલુષતા રે, ન ધરે માયાનો લેશ ગુણીજન મોહન બોહન ભવ્યને રે, ભાખે શુદ્ધ ઉપદેશ-મારું.... ૨ પંચાચાર તે સુદ્ધા પાળતા રે, નહીં પરમાદ લગાર, સારણ વારણ ચોયણ સાધુને રે, આપે નિત્ય સંભાર-મારું... II આતમ સાધન પંચ પ્રસ્થાનનાં રે, ધ્યાનમાલામાં વિસ્તાર, તેહીજ રીતે પ્રીતે સાધતા રે, ધન્ય તેહનો અવતાર-મારું.. ! એહવા ગુરની સેવા તમે કરો રે, ગૌતમ વીર જીણંદ, અશન વસનાદિક ભકિત કીજીયે રે, એ વ્યવહાર અમંદ-મારું... પા જિનવર કહે વંદો તમે પ્રાણીયા રે, આચારજ ગુણવંત, આતમ ભાવે પરિણતી જો એ રે, અમૃત પદવી લહંત-મારું.... દો
ઢાળ- રાગ ? સ્વામિ સીમંધર વિનતી દ્વાદશ અંગના ધારકા, પારગ સયલ સિદ્ધાંત રે, કારક સૂત્ર સમરથ ભલા, વારક અહિતની વાત રે-દ્વાદશ.... ૧. બાવના ચંદન રસભરે, વરસતા વાણી કલ્લોલ રે, બોધિબીજે દીયે ભવ્યને, ધરમશું કરે રંગરોલ રે-દ્વાદશ.... ૧ર.. રાજપુત્ર જીમ ગણચિંતકા, આચારજ સંપત્તિ યોગ રે, ત્રીજે ભવે લહે શિવ સંપદા, નમો પાઠક શુભ યોગ રે- દ્વાદશ.. ૩ શબ્દ શાસ્ત્ર એમ સૂચવે, શબ્દ અર્થ પરિમાણ રે, ભણે ભણાવે તેહ પાઠકા, અવર તે નામ નિદાન રે દ્વાદશ જા શિષ્યને સુહીત શિક્ષા દીયે, પાવન જિમ શુભ ઘાટ રે, મૂર્ખને પણ પંડિત કરે, નમું પાઠક મહારાટ રે દ્વાદશ... પા. શાસન જેમ અજવાળતા, પાળતા આપ પરતીત રે, આતમ પરિણતી તે લહે, અમૃત એહ પદ પ્રીત રે-દ્વાદશ. દો.
ઢાળ-૫ રાગ ઃ સિદ્ધારથના રે નંદન વિનવું... ઈન્દ્રિય જીપે રે મન સંયમ ધરે, ચરણ કરણ ગુણ જ્ઞાન, બાહ્માચરણે રે દેખી ન રાચીએ, ભગવતી સૂત્ર પ્રમાણ, તે મુનિ વંદો રે શુભ સમતા ધરા... ૧
146