________________
ઋદ્ધિ આત્મા અનંતી પાવે ગુ. દેવ દેવી મળી ગુણ ગાવે-જા... ॥૧૫॥ પ્રભુ પૂજો કેસર મદ ઘોળી ગુ. ભરી હરખે હેમ કચોળી-જા.... ||૧૬ ॥ ભરી શુદ્ધ જળે અંઘોળી ગુ. ગતિની આપદા ચોળી-જા.. ।।૧૭। દુર્ગતિના દુ:ખ દૂર ઢોળી ગુ. મળી સરખી સહિયરની ટોળી-જા... ।।૧૯। મયણા ધરે નવપદ ધ્યાન ગુ. પતિ કાયા થઈ કંચનવાન-જા.... ॥૨૦॥ સૌ મંત્રમાં છતે શિરદાર ગુ. તમે આરાધો નરનાર-જા... ॥૨૧॥ ન્યાય સાગરે ઢાળ કહી ચોથી ગુ. સુણો શ્રીપાલ રાજાની પોથી-જા... ॥૨૨॥ (૬૩) રાગ : નારે પ્રભુ નહિ માનું અવરની આણ
સેવો સેવો ભવિજન પ્યારા, નવપદ તપ સુજાણ,
મેવો મેવો ભવિજન પ્યારા, શિવપુરનો એ જાણ,-સેવો... ॥૧॥ આસોને ચૈતર સુદી સાતમથી, પુનમ લાગીએ અવધાર, સાડાચાર વર્ષે એ તપ પૂરો, આયંબીલ એકાશી ધાર-સેવો... ॥૨॥ નમો અરિહંતાણં આદિ પદની, નવકારવાળી વીશ વીશ,
પ્રતિલેખન પ્રતિકમણ દોય ટંકનુ, કરીએ વિશ્વાવીશ-સેવો... ।।૩। દેવવંદન દેવપૂજા ત્રિકાળે, કરીએ વિધિશું પચ્ચકખાણ, આયંબીલ કરી તિવિહાર કરીએ, ગુરુવંદન પૂજો નાણ-સેવો... ૪૫ બાર આઠ છત્રીસને પચ્ચીસ, સત્તાવીશ સડસઠ,
એકાવન સીત્તેરને પચાસ, સ્વસ્તિક આદિ કરો ઝટ-સેવો..... ॥૫॥ શાંત દાંત જીતેન્દ્રિય આરાધક, બીજો વિરાધક થાય,
આરાધકનુ બુરુ ચિંતવતા, ધવલ જેવું અનર્થ થાય-સેવો.... ॥૬॥ અષ્ટપ્રકારી રોજ પૂજા કરીએ, નવપદ પૂજા શ્રીકાર,
સત્તરભેદી જિનપૂજા કરીએ, નવપદ બેસણું સાર-સેવો.. III વિમળેશ્વર ચક્રેશ્વરી પૂજિત, સિદ્ધચક્ર સુખદાય,
અહોનિશ તેનું ધ્યાન ધરતા, શ્રીપાલ જયું હિત સદાય-સેવો.... ॥૮॥ યથાશક્તિ ઉજમણું કરીએ, મયણા જયું રાખે ટેક,
ગુરુ કર્પૂરસૂરિ અમૃત ભાખે, તે લેશે શિવસુખ છેક-સેવો.... II II
(૬૪) દુહો
સકલ કિયાનું મુલ જે, સમ્યગ દર્શન સાર: તેહનું પણ મુલ જાણીએ, સમ્યગ શ્રુત શ્રીકાર ॥૧॥ ચાર મુંગા શ્રુત જાણીએ, સ્વપર પ્રકાશક જેહ: ભાવ ધરીને વંદીએ, ચૌદ પ્રકાર તેહ ॥૨॥
142
.