________________
એમ વિચારી મયણાસુંદરી રે લોલ, કર્યું તાત વચન પ્રમાણ રે-કર્મ. મુખરંગ પુનમની ચાંદની રે લોલ, શાસ્ત્ર લગ્ન વેળા જાણી શુદ્ધ રે-કર્મ... આવી ઉબર રાણાની ડાબી બાજાએ રે લોલ, જાતે કરે હસ્ત મેળાપ રે કોઢી રાણા કહે રાયને રે લોલ, કાગ કરી મોતી ન સોહાય રે-કર્મ.. હોય દાસી કન્યા તો પરણાવજો રે લોલ, કોઢી સાથે શું રાજ કન્યાય રે... માતા મયણાની ઝૂરતી રે લોલ, રોવે કુટુંબ સવિ પરિવાર રે-કર્મ... કોઈ રાજાના રોષને ધિક્કારતાં રે લોલ, કોઈ કહે કન્યા અપરાધ રે.... દેખી રાજકુમારી અતિ દિપતી રે લોલ, રોગી સર્વ થયા રળિયાત રે-કર્મ... ચાલી મયણા ઉબરની સાથમાં રે લોલ. જ્યાં કોઢી તણો જાની વાસ રે.... હવે ઉબર રાણો મન ચિંતવે રે લોલ, ધિક્ ધિક્ મારો અવતાર રે-કર્મ સુંદર રંગીલી છબી શોભતી રે લોલ, તેનું જીવન કર્યું કે ધૂળ રે કહે ઉબરરાણો મયણા સુંદરી રે લોલ, તમે ઉડો કરો આલોચ રે.... કર્મ તારી સોના સરખી ઈ દેહડી રે લોલ, મારી સંગતથી થાશે વિનાશ રે. તું તો રુપે કરી રંભા સારીખી રે લોલ, મુજ કોઢી સાથે શું સ્નેહ રે.. કર્મ પતિ ઉબર રાણાનાં વયણ સાંભળી રે લોલ, મયણા હેડે દુઃખ ન માય રે.. ઢળક ઢળક આંસુ ઢળે રે લોલ, કાગ હસે દેડક જીવ જાય રે.... કર્મ સાખી-કમલિની જલમાં વસે, ચંદ્ર વસે આકાશ, જે જિહાં રે મનમાં વસે, તે તિહાં રે પાસ, હવે મયણા કહે ઉંબર રાયને રે લોલ, તમે વહાલા છો જીવન પ્રાણ રે.... પશ્ચિમ રવિ ઉગે નહિ રે રે લોલ, નવિ મુકે જલધિ મર્યાદા રે.. કર્મ.... સતી અવર પુરુષ ઈચ્છે નહીં રે લોલ, કદી પ્રાણ જાયે પરલોક રે...... પંચની સાખે પરણાવીયો રે લાલ, અવર પુરુષ બાંધવ મુજ હોય રે. કર્મ... હવે પાયે લાગીને વિનવું રે લોલ, તમે બોલો વિચારીને બોલ રે.. રાત્રી વીતી એમ વાતમાં રે લોલ, બીજે દીને થયું પરભાત રે.. કર્મ હવે મયણા આદિશ્વર ભેટવા રે લોલ, જાય સાથે લઈ ભરથાર રે... પ્રભુ કુમકુમ ચંદને પૂછયા રે લોલ, પ્રભુ કહે ઠવી ફૂલમાળ રે. કર્મ, કરી ચૈત્યવંદન ભાવે ભાવના રે લોલ, ધરે કાઉસ્સગ મયણા ધ્યાન રે.... પ્રભુ હાથે બીજોર શોભતુ રે લોલ, પ્રભુ કઠે સોહે ફૂલ માળ રે... કર્મ લીધુ ઉબર રાણાએ તે હાથમાં રે લોલ, મયણા હૈડે હર્ષ ન માય રે... શાસનદેવ સહુ દેવતા રે લોલ, આપ્યું બીજોરુ ને ફૂલમાળ રે.... કર્મ. પૌષધશાળામાં ગુરુ વાંદવા રે લોલ, ચાલી મયણા સાથે ભરથાર રે....
140