________________
ઢાળ-૨ રાજ ચાલ્યો રચવાડીએ, સાથે લીધો સૈન્યનો પરિવાર રે, સાહેલી મોરી ધ્યાન ધર અરિહંતનુ.. ઢોલ નિશાન ત્યાં ગડગડે, બરછી અને ભાલાનો મલકાર રે.... સાહેલી ધૂળ ઉડને લોકો આવતાં, રાજા પૂછે પ્રધાન એ કોણ રે... સાહેલી કહે પ્રધાન સુણો ભૂપતિ, એ છે સાતસો કોઢિઆ કેરો સૈન્ય રે-સાહેલી રાજા રાણીની પાસે યાચવા, આવે કોઢિયા કેરો દૂત રે-સાહેલી રાણી નહીં અમારા રાયને, ઉચા કુળની કન્યા મળે કોઈ રે... સાહેલી દાઢે ખટકો રે જાણે પાઉલો, રાજા હૈ. ખટકે મયણા બોલ રે... સાહેલી કોઢિયાને રાજાએ કહેવરાવ્યું, આવજો નગરી ઉજેણીની માંય રે... સાહેલી કીર્તિ અવિચલ મારી રાખવા, આપીશ મારી રાજકુમારી કન્યાય રે.. સાહેલી ઉબર રાણો હવે આવીયો, સાથે સાતસો કોઢિયા કેરું સૈન્ય રે.. સાહેલી આવ્યો વરઘોડો મધ્ય ચોકમાં, ખચ્ચર ઉપર બેઠા છે ઉંબરરાય રે.. સાહેલી કોઈ લૂલા કોઈ પાંગળા, કોઈના મોટા સુપડા જેવા કાન રે... સાહેલી કોઈ મોઢે ચાંદા ચગચગે, મુખ ઉપર માખીઓનો ભણકાર રે.. સાહેલી શોર બકોર સુણી સામટા, લાખો લોકો જોવાને ભેગા થાય રે... સાહેલી સર્વ લોકો મળી પૂછતાં, ભત, પ્રેત, રાક્ષસ કે પિસાચ રે.... સાહેલી ભૂતડા જાણીને ભસે કૂતરાં, લોકો મન થયો છે ઉત્પાત રે.. સાહેલી જાન લઈને અમે આવીયા, પરણે અમારો રાણો રાજકન્યાય રે.. સાહેલી કૌતુક જોવાને લોકો સાથમાં, ઉબર રાણો આવ્યો રાયની પાસે રે.. સાહેલી હવે રાય કહે મયણા સાંભળો, કર્મે આવ્યો કરો ભરથાર રે.. સાહેલી તમે કરો અનુભવ સુખનો, જુઓ મારા કર્મ તણો પસાય રે. સાહેલી કહ્યાં ન્યાય સાગરે બીજી ઢાળમાં, નવપદ ધ્યાને થાશે મંગલમાળ રે.. સાહેલી
ઢાળ-૩ તાત દેશે મયણા ચિંતવે રે લોલ, જે જ્ઞાનીએ દીઠું તે થાય રે, કર્મતણી ગતિ પેખજો રે લોલ અંશ માત્ર ખેદ નથી આણતી રે લોલ ન મુખડાનો રંગ પલટાય રે, કર્મતણી ગતિ પેખજો રે લોલકહે જાયો રાજાનો કે રંકનો રે લોલ, પિતા સોંપે છે પંચની સાખ રે-કર્મ.... એને દેવની ડેરે આરાધવો રે લોલ, ઉત્તમ કુળની સ્ત્રીનો આચાર રે-કર્મ
- 139