________________
નમો હિરસૂરિરાયા, વળી વિજયસેન સૂરીરાયા, રુપવિજય ગાવે નવપદના ગુણને..... ૧૪
(૬૨) નવપદજીની ઢાળો રાગ - મીઠા મધુ ને મીઠા મેહુલો રે લોલ.... આસો માસે તે ઓળી આદરી રે લોલ, ધર્યું નવપદજીનું ધ્યાન રે, શ્રીપાલ મહારાજ મયણાસુંદરી રે લોલ.. ૧ માલવ દેશનો રાજીયો રે લોલ, નામે પ્રજાપાલ ભૂપ રે સૌભાગ્ય સુંદરી રૂપસુંદરી રે લોલ, રાણી બે રુપ ભંડાર રે... શ્રીપાલ.. કેરા એક મિથ્યાત્વી ધર્મની રે લોલ, બીજીને જૈન ધર્મ રાગ રે, પુત્રી એકેકી બેઉને રે લોલ, વધે જેમ બીજ કેરો ચંદ્ર રે... શ્રીપાલ.... ૩ સૌભાગ્ય સુંદરીની સુરસુંદરી રે લોલ, ભણે મિથ્યાત્વી પાસ રે, રૂપસુંદરીની મયણાસુંદરી રે લોલ, ભણે છે જેન ધર્મ સાર રે.. શ્રીપાલ.... આજના રુપકલા ગુણ શોભતી રે લોલ, ચોસઠ કળાની જાણ રે, બેઠો સભામાં રાજવી રે લોલ, બોલાવે બાલિકા દોય રે-શ્રીપાલ... પા સોળે શણગારે શોભતી રે લોલ, આવી ઉભી પિતાજીની પાસ રે, વિદ્યા ભણ્યાનું જોવા પારખુ રે લોલ, પૂછે રાજા તીહાં પ્રશ્ન રે-શ્રીપાલ.. દા
-સાખીજીવ લક્ષણ શું જાણવું, કોણ કામદેવ ધરનાર શું કરે પરણી કુમારીકા, ઉત્તમ કૂલ શું સાર રાજા પૂછે ચારનો, આપો ઉત્તર એક બુધ્ધિશાળી કુમારીકા, આપે ઉત્તર છેક.. શ્વાસ લક્ષણ પહેલુ જીવનુ રે લોલ, રતિ કામદેવ ધરનાર રે, જાઈનું ફૂલ ઉત્તમ જાતિમાં રે લોલ, કન્યા પરણીને સાસરે જાય રે.. શ્રીપાલ
–સાખી– પ્રથમ અક્ષર વિના, જીવાડનાર જગનો કહ્યો મધ્યમ અક્ષર વિના, સંહાર જગનો તે થયો અંતિમ અક્ષર વિના, સૌ મન મીઠું હોય આપો ઉત્તર એકમાં, જેમ સ્ત્રીને વ્હાલું હોયઆપે ઉત્તર મયણા સુંદરી રે લોલ, મારી આંખોમાં કાજળ સોહાય રે.... શ્રીપાલ
-137)