SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાયજી વાંચના આપે, શિષ્યોની જડતાને કાપે, સમક્તિનાં દાતાર-ભવિયા હર્ષ અપાર. ૩. મુનિવરને નિત્ય દિલમાં ધરતા, કઠિન કર્મોનો ચૂરો કરતા, હોવે જયજયકાર. ભવિયા હર્ષ અપાર... ૪ દર્શન પદ દર્શનને લાવે, જ્ઞાનપદ અજ્ઞાન હટાવે, જો નિત્ય સુખકાર-ભવિયા હર્ષ અપાર... પI ચારિત્ર શૂરવીર છે જગમાં, એના ગુણ પ્રગટો રગરગમાં, તપને દિલમાં ધાર-ભવિયાં હર્ષ અપાર... It આત્મકમલમાં લબ્ધિ આપો, જયંતને તુમ ચરણે સ્થાપો, હોવે બેડા પાર - ભવિયાં હર્ષ અપાર... ના (૪૯) રાગ : રઘુપતિ રાઘવ રાજારામ નવપદનું નિત્ય કરીએ ધ્યાન, કરો સુધારસ અમૃત પાન, અરિહંત સિદ્ધ આચારજ જ્ઞાન, ઉપાધ્યાય કરે સૂત્રનું ધ્યાન, મુનિ દર્શન જ્ઞાન ચરણ મહાન, નવપદ જગમાં ભવથી વહાણ એ ચક્રથી થાય કર્મ નિદાન, પ્રગટે સુંદર આત્મ નિધાન નહિ કોઈ જગમાં એહ સમાન, સર્વ ગુણોની એ છે ખાણ આત્મકમલમાં લબ્ધિનું દાન આપો જયંત હોય કલ્યાણ. (૫૦) રાગ : માતા મરુદેવીના નંદ.... પ્રાણી નવપદ સેવો આજ, સેવન જેવું લાગે પ્યારું મન થકીજી, પ્યારુ દિલ થકી છે,. પ્યારું ચિત્ત થકી જી - સેવન - ટેક પહેલે પદ અરિહંત આરાધો, વર્ણ સ્ફટીક સમ જાસ, સિદ્ધ આરાધન બીજે કીજે, રક્તવર્ણ છે તાસ-પ્રાણી નવ... ૧ ત્રીજે આચારજ અનુસરીએ, સોવન સમ જસ વર્ણ, ઉપાધ્યાય તે ચોથે ભજીએ, મહાગુણી નીલવર્ણ - પ્રાણી નવ... મારા સાધુ પદને પાંચમે ધારો, શ્યામવરણ સુખકાર - છઠે દરિસણ જ્ઞાન સાતમે, ચારિત્ર પદ મનોહાર-પ્રાણી નવ.. ૩| નમવું નવમે પદ એ તપનું, થાયે મંગલમાળ, દર્શન આદિ ચારે પદના, ધરો શુકલ ઉજમાળ-પ્રાણી નવ... ૪. અઠ્ઠાઈ આસો ચૈતર માસે, ધરીયે નવપદ ધ્યાન, સિદ્ધચક્રની પૂજા કરતા, કરીએ સમરસ પાન-પ્રાણી નવ.... પા. -1300
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy