________________
શુદ્ધ સ્વરુપ પણે કરી, નિજ કર્મ ખપાવે,
કહે જિનપદ્મ મુનીશ્વર, જ્યોતિ રુપ કહાવે.... નવપદ.... ॥૫॥
(૪૫) રાગ : સિદ્ધાચલના વાસી
સિદ્ધચક્ર આરાધી, પામો ભવનો પાર ભવીયાં,
અઢાર દોષ રહિત અરિહંતા, સકલ ગુણ સહિત ભગવંતા, પ્રાતિહાર્ય અડધાર ભવિયાં ।।૧।।
સિદ્ધપ્રભુ શિવવહુ રસીયા, પણ ભક્તે મુજ મનમાં વસીયાં, અક્ષય સુખ દેનાર ભવિંયા ।।૨।
આચારજ આચારે બળીયા, જેહનાં દર્શે પાપ જ ટળીયાં, શુદ્ધ માર્ગ કથનાર ભવિયાં ।।૩।।
ઉપાધ્યાય પણવીસ ગુણધારા, ભવિષંકજ વિકસીત કરનારાં, વિમળ બુદ્ધિ ભંડાર ભવિયાં ॥૪॥
સંયમ વ્યાપારને કરનારાં, જીવને સહાય કરનારાં મુનિ શાસન શણગાર ભવિયાં ॥૫॥
દર્શન વિદ્યા છે હિતકારી, ચારિત્ર તપની છે બલિહારી,
જીવજીવન આધાર ભવિયાં ॥૬॥
સિધ્ધ થયા થાયે ને થાશે, જાણો નવપદ પ્રભાવ રાશે,
ચૌદ પૂરવનો સાર ભવિયાં ॥૭॥
જે પ્રાણી નવપદને ધ્યાવે, શ્રી શ્રીપાળ પરે સુખ પાવે, અમૃત આનંદકાર ભવિયાં ૫૮ ।।
(૪૬) અરિહંત પદ મન રંગ, ચિદાનંદ, અરિહંત પદ મન રંગ ચિદાનંદ ધન મંગળ રૂપી, મિથ્યાતિમિર દિનંદ-ચિંદા-અરિ ॥૧॥ ચૌતીશ અતિશય ઐતીશ વાણી, ગુણ વારે સુખકંદ-ચિદા-અરિ ॥૨॥ મહાગોપ મહામાહણ કહીએ, કાટે ભવભય કંદ ચિદા-અરિ ॥૩॥ નિર્યામક સત્થવાહ ભણીજે, ભવિ ચકોર મનચંદ ચિદા-અરિ ॥૪॥ ચાર નિક્ષેપે રુપ જગ રંજન, ભંજન કરમ નરીંદ – ચિદા-અરિ ॥૫॥ અવર દેશ વામા વશ કીને, તું નિકલંક મહીંદ ચિદા-આરિ॥૬॥ જ્ઞાયક નાયક શુભગતિ દાયક, તું જિન ચિધન વૃંદ – ચિદા-આરિ॥૭॥ દેવપાળ શ્રેણીક પદ સાધી, અરિહંત પદ નિપજંદ
-
ચિદા-આરિ॥૮॥
128
-