________________
રમા હજીય વિચારીયે રે લોલ, સુંદર વિણસે તુજ દેહ રે સગુણનર-શ્રી II સિદ્ધચક્ર પ્રભાવથી રે લોલ, નિરોગી થયો જેહ રે સુગુણનર, પુણ્ય પસાથે કમલા લહી રે લોલ, વાધ્યો ઘણો સસનેહ રે સગુણનર-શ્રી પા. માઉલે વાત તે જબ લહી રે લોલ, વાંદવા આવ્યો ગુરુ પાસ રે સગુણનર નિજ ઘર તેડી આવ્યો રે લોલ, આપે નિજ આવાસ રે સગુણનર - શ્રી II શ્રીપાળ કહે કામિની સુણો રે લોલ, હું જાઉં પરદેશ રે સગુણનર માલમત્તા બહુ ભાવશું રે લોલ, પૂરશું તુમ તણી ખાંત રે - સગુણનર-શ્રી અવધિ કરી એક વર્ષની રે લોલ, ચાલ્યો નૃપ પરદેશ રે - સગુણનર શેઠ ધવલ સાથે ચાલ્યો રે લોલ, જલપંથે સુવિશેષ રે - સુગુણનર - શ્રી ૮
ઢાળ – ૩ રાગ : ઈડર આંબા આંબલી રે પરણી બબ્બર પતિ સુતા રે, ધવલ મુકાવ્યો જયાં, જિનવર બાર ઉધાડતે રે, કનકકેતુ બીજી ત્યાંહ ચતુરનર, શ્રી શ્રીપાળ ચરિત્ર ૧ પરણી વસુપાળની રે, સમુદ્ર તટે આવંત, મકરકેતુ નૃપની સુતા રે, વીણા વાદે રીઝત-ચતુરનર મેર / પાંચમી ગૈલોક્ય સુંદરી રે, પરણઈ કુન્જ ૨૫, છઠ્ઠી સમસ્યા પૂરતી રે, પંચ સખીશું અનુપ રે-ચતુરનર ૩ રાધાવેધી સાતમી રે, આઠમી વિષ ઉતાર, પરણી આવ્યો નિજ ઘરે રે, સાથે બહુ પરિવાર - ચતુરનર જા પ્રજાપાળે સાંભળી રે, પરદેસ કેરી વાત, ખંધે કુહાડો લઈ કરી રે, મયણા હુઈ વિખ્યાત રે - ચતુરનર પો. ચંપારાજ્ય લઈ કરી રે, ભોગવી કામિતભોગ, ધર્મ આરાધી અવતર્યો રે, પહોતો નવમે સુરલોક-ચતુરનર દા
ઢાળ-૪ રાગ : કંત તમાકુ પરિહરો એ મહિમા સિદ્ધચક્નો, સુણી આરાધે સુવિવેક મેરે લાલ...... શ્રી સિદ્ધચક આરાધીએ... ૧ અડદલ કમળની સ્થાપના, મધ્યે અરિહંત ઉદાર મેરે લાલ, ચિહું દિશે સિદ્ધાદિક ચલે, વક્ર દિશે ગુણધાર મેરે લાલ-શ્રી મેર / બે પડિક્કમણા જંગની પૂજા, દેવવંદન ત્રિકાળ મેરે લાલ, નવમે દિન સુવિશેષથી, પંચામૃત કીજે પખાલ મેરે લાલ-શ્રી II ભૂમિશયન બ્રહ્મવિધ ધારણા, રુંધી રાખો ત્રણ જોગ મેરે લાલ
123