________________
કારણ સર્વ શિરોમણી, જસ-જીહાં લહીએ તત્ત્વવિચાર-ત્રિભુવન.... ધર્મી પાંચ સોહામણાં-જસ-તીહાં લહીએ તત્ત્વ વિચાર-ત્રિભુવન ॥૨॥ વર્જીત દોષ અઢારથી, જસ-અડ પ્રાતિહાર્ય ધાર-ત્રિભુવન.... ચોત્રીસ અતિશય રાજતો-જસ-ગુણ પાંત્રીશ વાણી ઉદાર-ત્રિભુવન ॥૩॥ ગુણઠાણે તેરમે તદા-જસ-ચૌદમે વરતે જિનરાજ-ત્રિભુવન... દેવતત્ત્વ અરિહંતજી-જસ-પ્રણમો ભવિ આતમકાજ-ત્રિભુવન ॥૪॥ આઠકર્મ ક્ષયથી થયા-જસ-ગુણ અડ એકત્રીશ વિશાળ-ત્રિભુવન.... અવ્યાબાધ સુખી ઘણા-જસ-સાદિ અનંત કાળ-ત્રિભુવન... ॥૫॥ જાણે લોકાલોકને-જસ-પણ નવિ હરખે વિ શોચ-ત્રિભુવન... તે પણ દેવ અનંત છે-જસ-એક ઠામે નવિ સંકોય-ત્રિભુવન ॥૬॥ છત્રીસ છત્રીસી ગુણે જસ ગાજે છે-જસ-ગુરુ તત્ત્વ મુખ્ય કહાય-ત્રિભુવન.... તીર્થંકર સમ તેહ છે-જસ-ગૌતમ પ્રમુખ સૂરિરાય-ત્રિભુવન ॥૬॥ સૂરિ સમ પાઠક વળી-જસ-પણવીસ ગુણવંત મહંત ત્રિભુવન.... સયલ જીવ ઉપગારીયા-જસ-પ્રણમો ગુરુ પદ વિરતંત-ત્રિભુવન ॥૮॥ શિવમારગ સાધક મુનિ-જસ-કરે અરસ વિરસ આહાર-ત્રિભુવન.. તે પણ ગુરુ તત્ત્વે નમો-જસ-ગુણ સત્તાવીશ આધાર-ત્રિભુવન ।।૯। સમકિત સડસઠ ભેદથી-જસ-આરાધો થઈ ઉજમાળ-ત્રિભુવન... ભેદ એકાવન નાણના-જસ-સમજો ગુરુ નિકટ રસાળ-ત્રિભુવન ||૧૦ના સિત્તેર ભેદ ચરણ તણા-જસ-તીમ તપના ભેદ પચાસ -ત્રિભુવન... ધર્મ તત્ત્વ એ ચારમાં-જસ-વંદો આણી ઉલ્લાસ-ત્રિભુવન ॥૧૧॥ ઈણપરે બહુવિધ અવતરે-જસ-સાધન નવપદમાં સાર-ત્રિભુવન.... ગુણ કુણ કહી શકે એહના-જસ-જો હોય મુખ જીભ હજાર-ત્રિભુવન ||૧૨॥ વિધિપૂર્વક આરાધતાં-જસ-લહે જિમ શિવ શ્રીપાળ - ત્રિભુવન.... જિન ઉત્તમ ગુણ ગાવતા-જસ-ઈમ પદ્મને મંગળમાળ-ત્રિભુવન.... ॥૧૩॥ (૨૭) રાગઃ મુજસે લ્યોને જાલીમ જાટની
તત્વ તે ત્રણ છે જેહમાં, દેવ ગુરુને ધર્મ, શ્રી સિદ્ધચક્રને જાઉં ભામણે ધર્મી ધર્મ વળી એહમાં, જે જિનશાસન મર્મ, શ્રી સિદ્ધચક્રને જાઉં ભામણે ચોત્રીસ અતિશય રાજતો, વાણી ગુણ રે પાંત્રીશ, શ્રી સિદ્ધચક્રને જાઉં ભામણે અરિહા દેવ પહેલે પદે, વિચરે છે જેહ વીશ, શ્રી સિદ્ધચક્રને જાઉં ભામણે
118