________________
(૨૨) ભારતના ડંકા આલમમેં. આદિ મંગલ સહુ મંગલમાં, તપ તપીએ સમતા ધારી ઘટમાં, સહુ કર્મ બળે તપ ઓજસથી, તપ દિવ્ય કરે ભવિને જગમાં-ટેક... જિનેશ્વર પ્રભુનો જાપ જપી, બાહ્યાભ્યતર તપ આદરવું તપથી વિકારો દૂર હટે, જાગે શુચિ ભાવો અંતરમાં... આદિ. ૧. ' લબ્ધિ ભંડાર મળે તપથી, શિવસુખ પ્રાપ્તિ તપથી મળતી, સંચિત પાપોને તાપ ટળે, તપ ઉત્તમ જાણો નરભવમાં... આદિ... મારા. ભવસાગરને સહેજે તરવા, નવનિધિને સિદ્ધિ વરવા, ઋદ્ધિભંડાર અખૂટ મળે, તપ આદરવું સમતા ગુણમાં... આદિ.. III કામશમન ઈન્દ્રિયદમન, તપના શસ્ત્રો શ્રેષ્ઠ બને, આજ્ઞા માને સુરલોક તદા, વિઘ્નો સઘળા ટળતા પળમાં... આદિ.. ૪ કેવળજ્ઞાની શ્રીચંદ્ર બન્યા, તપ વર્ધમાનને આચરતા, નંદનઋષિ તપના બળથી, પૂજાયા તીર્થંકર પદમાં... આદિ. પા. તપ કનકાવલી રત્નાવલીના, મશહૂર બન્યા આ જગભરમાં, શાસ્ત્રો ગાયે ગુણ સહુ તપના, એ ભાવ વસો ભવિના ઉરમાં... આદિils ધન્નો બંધક મુનિ ગુણવંતા, વળી વિષ્ણુકુમાર બળવંતા, તપપદ નમીએ અતિ ભાવે, જઈ વસીયે હોંશે શિવપુરમાં... આદિ. I૭ના તીર્થંકર પદ પામ્યા ડું, શ્રી કનકતુ મુનિવર તપથી, દ્વાદશ ભેદે તપ આચરવું, વ્રત નિર્મળ ધારો અંતરમાં... આદિ.. ૮ તપ અજિત સુખ ઉત્તમ આપો, તપ અંતરના કર્મો કાપે, હેમેન્દ્ર તણી ભક્તિ રગરગ વ્યાપ, તપ ભાવ રહો સહુ જીવનમાં આદિ..
(૨૩) રાગઃ ઘોર અંધારી રે.... હીયડે ધ્યાવું રે નવપદ કેરું નામ મજાનું આજ.... ટેક હૃદયકમળની રે મહેકે મારી પાંખડીઓ અતિ આઠ જેમાં સ્થાપુ રે વચમાં, મારા ઉપકારી જિનરાજ-હીયડે.. III મસ્તક ઉપર રે કર્મ વિનાનાં, શોભે સિદ્ધ ભગવાન, ડાબી બાજુ રે પ્રણમું ભાવે, સૂરીંદને બહુમાન-હીયડે.... III પલાંઠી નીચે દેખી હરખું, ઉપાધ્યાય ભગવંતા,
- 115.