SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ સેવો સિદ્ધચક્ર નરનાર, સઘળા પાપ તાપ હરનાર-ટેક પ્રથમે અરિહંત સ્તવીયે, બીજા સિદ્ધ પ્રતાપી ભજીએ, ત્રીજા સૂરીશ્વર મહારાજ, ચોથા વાચક ગુણ ભંડાર-નવ ॥૧॥ પંચમ સાધુ વર સુખકારી, છઠ્ઠું દર્શન ભવદુઃખહારી, નવ ॥૫॥ સમમ જ્ઞાન દીપ પ્રકાશ, અષ્ટમ ચરણ અમુલ્ય અપાર-નવ ॥૩॥ નવમું તપ અંતર ઉજાસી, એવા નવપદ સુખરાશી, મયણાસુંદરીને શ્રીપાળ, આરાધી ઉતર્યા ભવપાર-નવ॥૪॥ મનવાણી વપુ શુદ્ધિથી, ભૂમિ શયન કરી શીલ પાળો, ઉત્તમધારી દ્રવ્ય ભાવ, કરવા જાપ તેર હજાર આત્મોન્નતિ જે અપાવે, કર્મોને જે દૂર કરાવે, એવું આચરવું તપ દિવ્ય, વીતે વર્ષો સાડાચાર-નવ ॥૬॥ નવનિધિને સુખ સિદ્ધિ, જે લાવે આત્માની ઋદ્ધિ, નિશદિન રાખે નિર્મળ બુદ્ધિ, સેવો સિદ્ધચક્ર સુખકાર-નવ ॥૭॥ વિમલેશ્વરને ચક્રેશ્વરી, મનવાંછિત સહાય આપે, હેમેન્દ્ર હૃદય ઉલ્લાસ, નવપદ સેવા કરે ભવપાર-નવ ॥૮॥ - (૨૧) અબોલડા શાના લીઘા છે સિદ્ધચક્ર સેવા અમૂલ્ય, પુણ્યવંત પામે સદાયે, એવો ગોતમનો ઉપદેશ, પુણ્યવંત પામે સદાયે-ટેક હૃદય કમળમાં સિદ્ધચક્ર સ્થાપો, શ્વેત રંગી અરિહંત દેવ-પુણ્ય ॥૧॥ રક્તવર્ણ સિદ્ધને, પીત વર્ણ સૂરિ, નીલવર્ણ પાઠક સુદેહ-પુણ્ય ॥૨॥ શ્યામ રંગધારી સાધુ છે પૂજ્ય જે, નિત્ય નિત્ય શીર ત્યાં પ્રણમે-પણ્ય ॥૩॥ દર્શન જ્ઞાનને ચારિત્ર તપથી, શુદ્ધ ભાવે આત્મા પ્રકાશે1-you 11811 શ્રીપાલ રૃપે કરી આરાધના, કુષ્ટ રોગે યાતના વિરામે-પુણ્ય ॥૫॥ ચૈત્ર આસોની સાતમથી પૂર્ણિમા, તપ ઉત્તમ દિન જાણે-પુણ્ય-૬ વર્ષ સાડાચારે તપ પૂર્ણ થાયે, ભક્તિભાવથી નિત્ય મ્હાણો-પુણ્ય ॥૭॥ શિવસુખ પામ્યા અનંત ભવ્યો, સિદ્ધચક્ર સેવા પ્રભાવે-પુણ્ય ॥૮॥ નવપદ સાધન મુક્તિનું મુખ્ય છે નિશદિન ધ્યાને એ આવે-પુણ્ય ॥૯॥ અજિત ભાવે સિદ્ધચક્ર સેવો, શિવપુર પામો અનુપ એ આવે - પુણ્ય ॥૧૦॥ 114
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy