________________
કરો આંબિલ નિષ્કામ રે ભજીરે - ૩ શાસ્થત પદ વળી શાશ્વત ઓળી, નંદીશ્વર દ્વીપ પૂરે દેવ રંગોળી શૌભાવે જિનનું ધામ રે - ભજીરે-૪ સાંજ સવાર તમે પાપ આલૌયને, સાથે સહુ પડિલેહણ કરજો, કરજો સંથારે આરામ રે - ભજીરે-૫ નવકારવાળી નિત વિવિધ ગણજો, દેવવંદન ત્રણ શિયળ પાળજો, ધારીને આતમરામ રે ... ભજીરે-૬ આરાધી સિદ્ધચક્ર હવણ લગાડી, શ્રીપાલ તણી પરે રોગ ભગાડો, લાગે ના કોઈ દામ રે....... ભજીરે-૭ દેવ વિમલેશ્વર, દેવી ચકેશ્વરી, સંભાળ રાખે સંકટ લેવે સંહરી, પૂરે આશા તમામ રે... ભજીરે-૮ સિદ્ધચક લબ્ધિ વિક્રમને આપે, સ્થૂલભદ્રકારી મુક્તિમાં સ્થાપે, ગાવે કલ્પ ગુણગ્રામ રે... ભજીરે-૯ ૧૬ રાગ ઃ સિદ્ધચક્ર વર સેવા દીજે સર્વ ગુણોમાં જ્ઞાન છે મોટુ, જ્ઞાને પરમાનંદોરે, આત્મજ્ઞાન છે સર્વમાં મોટુ, ટાળે જે ભવફંદો જ્ઞાનને ભજીએ જી, જ્ઞાન આતમરુપ, નિજ ગુણ સજીએજી...૧ જ્ઞાનોપયોગે આત્મ રમણતા, સ્વરુપ ક્રિયા છે સાચી છે, જ્ઞાનોપયોગે ધ્યાન ક્રિયાથી, રહે શો નિજગુણ રાચી છે.....૨ જ્ઞાનોપયોગે સહજ સમાધિ, નિર્લેપે સહુ કરણીજી, નય નિક્ષેપે જ્ઞાનને જાણે, જે છે ભવમાં તરણી.. જ્ઞાનને...૩ નિજ પરને ઉપકારી શ્રત છે, જાણે છે સ્થાપ્નાદજી, અનેકાંતપણે સહુ જાણો, થાસે નહીં ઉન્માદી.. જ્ઞાનને....૪ જ્ઞાને સવિ કર્મ ક્ષય ક્ષણમાં, કરે છતાં નહીં કર્તાજી, બુદ્ધિસાગર સદ્ગુરુ સેવો, જ્ઞાની ભવોદધિ તરતાં-જ્ઞાનને...૫
૧૭ રાગ - સિધ્ધિયે નમો સિધ્ધ અનંતા ચારિત્ર એવું મળો સુખકારી, જાઉં ચારિત્રની બલિહારી રે,