________________
ભાવ ભકિતના ભેટયા રે કાંઈ, ઉતરવા ભવપાર રે - ઠાઠ... ધન્ય શાસન મહાવીરનું રે કાંઇ, ધન્ય ચતુર્વિધ સંઘ રે - ઠાઠ.. કલિયુગમાં કરડો તપ કરે રે કાંઈ, ભાવિકો ધારે ઉમંગ રે - ઠાઠ.. નવપદની આરાધના રે કાંઈ, નવ નવ સુખ દેનાર રે - ઠાઠ... સુરનર સુખને આપીને રે કાંઈ, જૈન શાસન જયકાર રે - ઠાઠ... લબ્ધિસૂરિ શિશુ પવને રે કાંઈ, નવપદનો આધાર રે - ઠાઠ...
(૫) એક દિન પુંડરિક ગણધરુ રે લાલ.. આરાધો આદર કરી રે લાલ, નવપદ નવનિધાન ભવિ પ્રાણી રે, પંચ પ્રમાદ પરિહરી રે લાલ, આણી શુભ પ્રણિધાન ભવિ પ્રાણી રે,
સિદ્ધચક્ર તપ આદરી રે લાલ... II પ્રથમ પદે નમો નેહશું રે લાલ, દ્વાદશ ગુણ અરિહંત - ભવિ, ઉપાસના વિધિશું કરો રે લાલ, જેમ હોય કર્મનો અંત - ભવિ સિદ્ધ આર .
એકત્રીશ આઠ ગુણ જેહના રે લાલ, પંદર ભેદ પ્રસિદ્ધ - ભવિ. અનંત ચતુષ્કનાં ઘણી રે લાલ, ધ્યાવો એહવા સિદ્ધ - ભવિ સિદ્ધ છેડા - છત્રીશ છત્રીશી ગુણ જે ધરે રે લાલ, ભાવાચારજ જેહ - ભવિ, તીર્થકર સમ જે કહ્યા રે લાલ, વંદુ આચારજ તેહ -- ભવિ. સિદ્ધ III
ચરણ કરણ સિત્તરી ધરે રે લાલ, અંગ ઉપાંગના જાણ – ભવિ ગુણ પચવીશ ઉવજઝાયના રે લાલ, શિષ્યને દે નિત્ય નાણ ભાવિ સિદ્ધ ૫,
સાધે મોક્ષ તે સાધુજી રે લાલ, ગુણ સત્તાવીશ જાસ - ભવિ અઢીદ્વિપમાં જે મુનિ રે લાલ, પદ પંચમ નમો ખાસ - ભવિ દો
પયડી સાતના નાશથી રે લાલ, ઉપશમ સાયિક જેહ - ભવિ. સડસઠ બોલે અલંકર્યો રે લાલ, નમો દર્શન પદ તેહ - ભવિ. સિદ્ધ Iો.
અઠ્ઠાવીસ ચૌદ છ સહી રે લાલ, દો એક સવિ એકાવન - ભવિ ભેદ જ્ઞાનના જાણીને રે લાલ, આરાધે તે ધન્ન-ભવિ સિદ્ધ I૮.
નમો ચારિત્ર પદ આઠમે રે લાલ, સીત્તેર ભેદ તે હોય - ભવિ. બાર સત્તર ભેદ જેહના રે લાલ, સેવે શિવપદ હોય -- ભવિ સિદ્ધ III
બાહ્મ અત્યંતર તજી કોધને રે લાલ, તપ કરી બાર પ્રકાર--ભવિ
(98)