________________
નવપદ એ છે નવે નિધાન, સેવો હૃદય ધરી બહુમાન ||૧||
મહાઉપકારી શ્રી અરિહંત, શુદ્ધ સ્વરુપી સિદ્ધ અનંત, આચારજ વાચક મુનિરાજ, પરમેષ્ઠી હો મુજ શિરતાજ પર ! દર્શન જ્ઞાન ચરણ સુખકાર, મોક્ષમાર્ગ કહયો સૂત્ર મોઝાર, તપ આદરજો બાર પ્રકાર, એ નવપદના ગુણ અપાર ૫૩.
દેવ ગુરુ ધર્મનો વાસ નવપદ પૂરે વાંછિત આશ, વંદન કરીએ મન ઉલ્લાસ, કઠિન કર્મનો થાએ નાશ ૪
કર્મની સત્તા સામે બંડ, મોહરાયને દેવા દંડ, હરવા ચઉગતિ દુઃખ પ્રચંડ, નવપદનો છે એક અખંડ //પા
સેવ્યા મયણાને શ્રીપાળ, કોઢનો રોગ ગયો તત્કાળ, નવપદ ધ્યાને દુઃખ વિસરાળ, પગ પગ ઋદ્ધિ સુખ વિશાળ /૬
નવપદ આરાધો શુભ ભાવ, જેનો જગમાં પ્રગટ પ્રભાવ, માનવભવનો સાચો લ્હાવ, ફરી ફરી મળશે નહિએ દાવ !
નવ આયંબીલની ઓળી એક, એમ નવ કરજો રાખી ટેક, હૃદય શુદ્ધિને વિધિ અનુસાર, સેવી સફળ કરો અવતાર છેડા
સિદ્ધચકના મહિમાનું ગીત, આરાધક બનવાની રીત, લબ્ધિસૂરિ શિશુ બે કરોડ, પદ્મ કહે હો વંદન કોડ
(૪) આશા ભર્યા અમે આવ્યા રે....... ઓળી કરવાને અમે આવ્યા રે કાંઈ, શંખેશ્વર મોઝાર રે, ઠાઠ ખૂબ જામ્યો છે
દેરાસર દેખાવડું રે કાંઈ, પારસનાથ દરબાર રે, ઠાઠ - જાદવોની જરા દૂર કરી રે કાંઈ, બળતો બચાવ્યો નાગ રે - ઠાઠ... પ્રગટ પ્રભાવી કલિયુગમાં રે કાંઇ, પરચા પૂરણ વિતરાગ રે - ઠાઠ... પૂજાઓ ઠાઠથી ભણાય રે કાંઈ, સાથે સંગીતનો સાજ રે - ઠાઠ.. દાંડીયા રાસને બેંડનો રે કાંઈ, ગગન ભેદી અવાજ રે - ઠાઠ.. દેવવંદનને સાથીયા રે કાંઈ, ગણણું કાઉસ્સગ ધાન રે - ઠાઠ... પ્રદક્ષિણાને ખમાસમણા રે કાંઈ, વિધિમાં સહુ મસ્તાન રે - ઠાઠ... સંઘ ચતુર્વિધ સાથે મળી રે કાંઈ, આરાધે ઓળી ઉદાર રે - ઠાઠ..
97)