________________
શ્રી સાધુપદ સ્તવન
(રાગ-અહો મુનિ સંજમમાં રમતા) વહે મુનિ સંજમ ગુણ દરીયા; જ્ઞાને ધ્યાન ચરણે ભરીયા, વહે મુનિ.
જેને આગમ ધ્યાન ગમે, જે ચોરાશીમાં ન ભમે; ત્યાગ અમૃત પાનમાં નિત્ય રમે વહે મુનિ ૧ પ્રભુ સેવા સદા કરતા, નીચ કર્મ દૂર હરતા મુક્તિપુરીને જે વરતા. વહે મુનિ. ... ૨
બ્રહ્મચર્ય વિમલ ધારે, અષ્ટાદશ સહસ ભારે; શીલાંગ રથને વહે પ્યારે, વહે મુનિ. ... ૩
અનાચાર થકી અલગા, સદાચાર રહે વલગા; દીધી અવિરતિ જેહને સલગા, વહે મુનિ .... ૪
આત્મ કમલ વિકસાવે, નિધિ લબ્ધિ નિવસાવે; કુમતિ જેને કદી ન ફસાવે. વહે મુનિ. ..... ૫
શ્રી દર્શનપદ સ્તવન (રોગ-પંચમી તપ તમે કરો રે પ્રાણી) સમ્યકદર્શન ધરે રે પ્રાણી, સવી દુઃખ થાય નાશ રે; સુખ અનંતા પ્રાણી પામે, વલી લહે મુક્તિમાં વાસ રે, સમ્યફ .... ૧
- જિનવર દેવ સુગુરુની સેવા, ધર્મ ધ્યાયા ધાર રે, તત્વાર્થની શ્રદ્ધા રુડી, એ ગુણ સમકિત કાર રે. સમ્મયફ ..... ૨
જિનવર પ્રેમ રહે જે મનમાં, એમન રત્ન સમાન રે, એ પ્રેમ જેહમાં નવિ દીસે, તે મન કાયનું માનશે. સમ્યફ .... ૩
છાસઠ સાગર સ્થિતિ ઉત્કૃષ્ટ, જધન્ય મુહૂર્ત પ્રમાણરે; દેવલોક નરનાં સુખ ભોગવી, લહે મુક્તિ સુખ સમાન રે, સમ્યફ ....૪
આત્મ કમલમાં લબ્ધિ વિકાસી, એ ગુણ અહર્નિશ ધરજો રે; દર્શન પદ સેવીને પ્યારે, મુક્તિપદ ઝટ વરજો રે, સમ્યફ ..... ૫
(94)