________________
સ્તવન વિભાગ
શ્રી આચાર્યપદ સ્તવન
(રાગ-પ્રથમ જિનેશ્વર પ્રણમીયે) આચારજ પદ વંદીયે, જાસ જ્યોતિ અપાર; શાસન સુરતરુ શોભતા ગુણમહકે ઘણા, ભવજલ તારણહાર. ......... આચારજ. ૧ વિષય વિકારને વારતા, હરતા મોહનું જોર; પંચાચાર રુડા ગુરુ પાસે અનિશિ પે ઈન્દ્રિય ચોર. .............આચારજે. ૨ સમિતિ ગુમિ માતા ભલી, કરતી લાલન જેહ જગ બાલક પાલે માવડી વત્સલ ભાવથી, અહિં પાલન કરે એહ ........આચારજ. ૩ વાડ બ્રહ્મ તણી નવ ભલી, પાલે થઈ શૂરવીર; વાર્યા અનીઠા ચાર કષાય બલે કરી, દયા જગ ભડવીર. ........... પાંચ મહાવ્રત મહેલના, વાસી નવપદ ખ્યાત; આત્મ કમલમાં ધ્યાવતા લબ્ધિ મલે સદા, જેમાં ગુણનો જાત. ....આચારજ. ૫
આચાર૪. ૪
શ્રી ઉપાધ્યાયપદ સ્તવન (રાગ-સિદ્ધાચલના વાસી જિનને કોડો પ્રણામ)
સિદ્ધચક ગુણખાણ જપીથે સાંજ સવાર. નવપદ નવનિધાન છે જેનાં, સમરણ કિરતન કરીએ તેનાં;
ભાવ ધરી અપાર, જપીએ સાંજ સવાર. સિદ્ધચક્ર ૧ પદ ચોથું વંદો હિત આણી, પંચ સક્ઝાય કરે ગુણખાણી; આપે સુખ અપાર, જપીએ સાંજ સવાર. સિદ્ધચક ..... ૨ ચરણ કરણમાં નિત્ય રહે રમતા, ભવ ભ્રમણામાં નહિ તે ભમતા; તજતાં વિષય વિકાર, જપીએ સાંજ સવાર. સિદ્ધચક્ર ... ૩
લોકોત્તર ઉપકાર છે જેનો, બદલો વાળી શકાય ન તેનો; નય નિક્ષેપ ભંડાર, જપીએ સાંજ સવાર. સિદ્ધચક ... ૪ આત્મ કમલમાં સિદ્ધચક ધ્યાવો, મન વિંછિત સુખ સંપદા પાવો; લબ્ધિસૂરિ સુખકાર, જપી સાંજ સવાર. સિદ્ધચક ... ૫