________________
લયસુરીનું ચરિત્ર
પ્રકરણ ૨૧ મું સ્વયંવર મંડપ, મહાબળને આમંત્રણ
ચંદ્રાવતીના મહારાજા વીરધવળે મોકલાવેલ હત રાજસભામાં આવી પહોંચ્યા. ખરે મિત્રતા ભૂલાઈ જવાની નથી. સુરપાળ રાજા, મહાબળ કુમાર અને સામંત, પ્રધાનાદિ સભામાં બીરાજેલા છે. પ્રતિહારે પ્રવેશ કરાવેલે દૂત રાજાને નમસ્કાર કરી, ક્ષેમ વાર્તા કહેવા પૂર્વક પિતાના સ્વામિને આદેશ નિવેદન કરવા લાગે.
મહારાજા સુરપાળ ! ચંદ્રાવતીપતિના પરમ મિત્ર ! મારૂં આગમન ચંદ્રાવતીથી થયું છે. અમારા મહારાજાએ આપના સર્વ કુટુંબને પ્રણામ પૂર્વક શાન્તિ ઈચ્છી છે વિશેષ વિજ્ઞપ્તી કરવાની એજ છે કે, મહારાજા વિરધવળને રતિથી પણ અધિક રૂપવાન મલયસુંદરી નામની કન્યા છે. અમારા મહારાજાએ તેમને સ્વયંવર મંડપ રચે છે. વંશપરંપરાથી આવેલ વાસાર નામનું ધનુષ્ય તે મંડપમાં મૂકવામાં આવશે પિતાના પરાક્રમથી જે કુમાર ધનુષ્ય તે પ્રત્યંચા ચડાવશે, તેને તે રાજકુમારી વરમાળા આરે પશે.
આ સ્વયંવર ઉપર અનેક રાજકુમારોને આમંત્રણ કરવાને તે મેકલવામાં આવ્યા છે, મહાન ગુણવાન, રૂપવાન, મહાબળકુમારને બેલાવવા નિમિતે મને મેકલવામાં આવે છે. આજે જેઠ માસની અંધારી એકાદશી છે.