________________
કુમાર નામના પુત્રને જન્મ આપ્યો, ત્યાર બાદ અવન્તિ સુન્દરી, સૂરસેના, જીવયશા, આદિ રાજપુત્રીઓ સાથે લગ્ન કર્યા, એક દિવસ એક દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે હું અરિષ્ટપુરના રૂધિર રાજાની રહિણી, નામે પુત્રી છું. મારે સ્વયંવર થવાનું છે, આપ તેમાં પડહ વગાડજે, એટલે
આપને વરમાળા પહેરાવીશ, વસુદેવે તે વાતને સ્વીકાર કર્યો, રૂધિરરાજાએ ભવ્ય સ્વયંવરની રચના કરી, તમામ રાજાઓને આમંત્રણ આપ્યું. જેમાં સમુદ્રવિજય, જરાસંઘ, કંસ આદિ અનેક રાજાઓ ઉપસ્થિત થયા, સમયસર પિતપોતાના મંચ ઉપર બેસી ગયા.
માલાને ગ્રહણ કરી.રહિણી સભામાં આવી, રોહિણીને જોઈ દરેક રાજાઓને કામવિકાર ઉત્પન્ન થયે, અને રેહિણી પ્રાપ્તિના મનેર સેવવા લાગ્યા, એટલામાં વસુદેવે પડહ વગાડ્યો, તેણીએ આવી વસુદેવના ગળામાં માલા પહેરાવી, બધા રાજાઓએ વિરોધ કર્યો, અને એકત્રિત થઈને રૂધિરરાજાને ભૂલ બતાવવા લાગ્યા, વસુદેવે પણ વિરોધી રાજાઓના કાનને કડવાશ ઉત્પન્ન થાય તેવી કટુ વાણીથી જવાબ આપે, યુદ્ધની તૈયારીઓ થવા લાગી, દધિમૂખ વિદ્યાધર વસુદેવના સારથિ બન્યા, વેગવતીની માતા અંગારવતીએ દિવ્ય ધનુષ્ય અને બાણ આદિ સામગ્રી તૈયાર કરી આપી, વસુદેવે શત્રુંજય, દક્તિવ, દંતિવક, શયાદિ રાજાએને પરાજિત કર્યા, જરાસંઘે સમુદ્રવિજયની ખૂબ જ પ્રશંસા કરી યુદ્ધને માટે ઉત્તેજિત કર્યા, સમુદ્રવિજય