________________
પણું રાજાને કહ્યું કે હે રાજન ! દવદન્તીના માતા પિતા ખુબજ ચિન્દ્રિત છે. આપ આજ્ઞા આપે, અમે તેણીને લઈ કુડિનપુર જઈએ.
રાજાએ સેના સહિત મોટા આડંબર પૂર્વક દવદન્તને કુંઠિનપુર મોકલી, દવદન્તીને આગમનના સમાચાર સાંભળી માતા પિતા તથા નગરજને તેણીનું સ્વાગત કરવા ઘણુ દૂર સુધી સામે આવ્યા, દવદન્તી પણ માતાપિતાને દૂરથી જોઈને વાહનમાંથી નીચે ઉતરી, માતાપિતાની સામે ગઈ અને પગમાં પડી, પિતાએ પૂત્રીને આશ્વાસન આપ્યું કે હે પૂત્રી ! તું ગભરાઈશ નહિ. થોડા દિવસમાં મારા જમાઈ મને મલી આવશે, નલરાજાના આવ્યા બાદ, તને અધું રાજ્ય આપીશ, રાજાએ ખુશી થઈને હરિમિત્ર તથા બહુમિત્રને પાંચસે ગામ ઈનામમાં આપ્યા, નગરમાં દવદન્તીના આગમનના શુભ પ્રસંગને અનુરૂપ સાત દિવસને જન્મત્સવની જેમ જ, આગત્સવની જેમજ, આગમેત્સવ કર્યો. જિનપૂજા આદિથી જિનભક્તિમોત્સવ કર્યો, દવદન્તી પણ પિતાના પ્રાણનાથ નલરાજાની પ્રતીક્ષા કરતી પિતાને ત્યાં રહેવા લાગી.
આ બાજુ દવદન્તીને છેડીને વનમાં ફરતાં ફરતાં નલરાજાએ જંગલમાં ધુમાડાના ગોટા જોયા, ત્યાં નજદીકમાં જઈને નળરાજાએ જોયું તે દાવાગ્નિ બળી રહ્યો હતો, તેમાંથી મનુષ્યને અવાજ આવતું હતું, હે મહાબલનલ? મને દાવાનલથી તું બચાવ. તું તે સૂર્યની જેમ પ્રભુપકારની ઈરછા