________________
તે નગરમાં સૂવર્ણમય જિનપ્રાસાદ તૈયાર કરાવવામાં આવ્યો, અને મણિમય શ્રી શાંતિનાથજીના પ્રતિમાજી તે સાર્થવાહે પધરાવ્યા, મધ્યરાત્રિએ પહાડના શિખર ઉપર સિંહ કેસરી નામે મુનિરાજને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ, કેવલત્સવ કરવાને માટે ઘણા દે ત્યાં આવ્યા, દવદન્તી પણ ત્યાં ગઈસિંહકેસરી કેવલીના ગુરૂ યશભદ્રમુનિ પણ ત્યાં આવ્યા, તેઓએ કેવળીને વંદન કર્યું. કેવળીએ ધર્મોપદેશ આપ્યો, અને દવદન્તીના વચનમાં શંકા રાખતા કુલપતિને કહ્યું કે દવદન્તી જે ઉપદેશ આપે છે તે ધર્મોપ્રદેશ અક્ષરશઃ સત્ય છે. સૂર્યોદય થતાંની સાથેજ કેવળી ભગવંતે લેકની સાથે પર્વત ઉપરથી ઉતરીને નીચે તાપસપુર નગરમાં આવી જિનેશ્વર ભગવંતને વંદન કર્યું. ત્યાંના નાગરિકેને ધર્મોપદેશ આપ્યું. સમ્યક્ત્વમાં સ્થિર બનાવી વિહાર કરી ગયા, કારણ કે મહર્ષિ એક સ્થાનમાં અધિક સમય રહેતા નથી.
દવદન્તી સાત વર્ષ સુધી ત્યાં રહી, એક દિવસ એક મુસાફરે આવીને કહ્યું કે અમુક સ્થાનમાં મેં તારા પતિને જેયેલ છે. તારે મેળાપ કરે છે તે મારી પાછળ ચાલ. તરત જ પતિનું નામ સાંભળતાની સાથે દવદન્તી મુસાફરની પાછળ ચાલવા લાગી, ઘણા દૂર ગયા પછી તે મુસાફીર એકાએક અદશ્ય થઈ ગયે, દવદનતી અત્યંત ખિન્ન થઈ ગઈ કેમકે અત્યારે તે ક્યાંયની રહી નહિ, તેણી ચિંતામાં હતી, તેટલામાં એક રાક્ષસી આવી, દવદન્તીએ