________________
૩૫૮
ઉત્સર્પિણી કાલમાં ઉત્પન્ન થનાર શ્રી અમમસ્વામિ નામના બારમા તીર્થંકર દુરિતાવલીને વિનાશ, વિનયાવલીનું રક્ષણ કરે, લક્ષ્મી સંપત્તિ આપે, અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરે. સૂર્ય જે રીતે કમલિનીના વનને ઉલ્લસિત બનાવે છે તેવી રીતે ભવ્યાત્માઓને વિકસિત બનાવે, કુંડલિની જેમ સુવર્ણના આવર્તથી મને હર શ્રી અમમ સ્વામિ ચરિત્રને જે કોઈ વિદ્વાન શુદ્ધ ચિત્તથી વાંચશે, શ્રવણ કરશે, તે અવશ્ય સમ્યકત્વને અધિકારી બનશે.
ઇતિ શ્રી અમમસ્વામિ ચરિત્રના વીસમા
સર્ગનું ગુજરાતી ભાષાંતર
શ્રી અમમસ્વામિ ચરિત્ર સંપૂર્ણ.